National, EL News
પશ્ચિમ બંગાળમાં શનિવારે પંચાયત ચૂંટણી દરમિયાન જબરદસ્ત હિંસા જોવા મળી છે. અત્યાર સુધી આ હિંસામાં 9 લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે. TMCના 6 કાર્યકર્તા, CPM અને BJPના 1-1 કાર્યકર્તા જણાવવામાં આવી રહ્યા છે કે જેમના મોત થયા છે. પંચાયતની ચૂંટણીમાં બોમ્બ વિસ્ફોટ, લડાઈની સાથે-સાથે મતપેટી લઈને ભાગી જવાના સમાચાર સામે આવ્યા છે. ઉપરાંત, એક જગ્યાએ તો મતપેટીને પણ આગ ચાંપી દેવામાં આવી હતી. હિંસા વચ્ચે રાજ્ય ચૂંટણી પંચના સુચારું અને શાંતિપૂર્ણ મતદાનના તમામ દાવાઓ હિંસાની આગમાં બળીને ખાખ થઈ ગયા.
બંગાળ પંચાયત ચૂંટણી માટે કેન્દ્રીય દળોના એક લાખ 30 હજાર સુરક્ષાકર્મીઓ પણ તૈનાત કરવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ 63,229 ગ્રામ પંચાયત બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. આ ઉપરાંત 9,730 પંચાયત સમિતિની બેઠકો અને 928 જિલ્લા પરિષદની બેઠકો માટે પણ મતદાન થઈ રહ્યું છે. કેન્દ્રીય દળોની હાજરી બાદ આટલી હિંસા પછી લોકોના મનમાં સવાલ ઊઠી રહ્યો છે કે આ હિંસા શા માટે થઈ રહી છે.
મતપેટી પાણીમાં ફેંકી
રાજ્યના હુગલી જિલ્લામાં મતપેટીઓ પાણીમાં ફેંકી દેવામાં આવી હતી. અહીંના ધમસાના રહેવાસીઓએ કથિત રીતે એક મતદાન કેન્દ્ર પર ટીએમસી અને ભાજપના કાર્યકરો વચ્ચે ઝપાઝપી જોઈ. આ પછી, બેલેટ બોક્સ તળાવમાં ફેંકી દેવામાં આવ્યા હતા. લોકોનો આરોપ છે કે કેન્દ્રમાં કેન્દ્રીય દળો તૈનાત કરવામાં આવ્યા નથી. જો કે, દક્ષિણ 24 પરગણા, શાંતિપુરમાં સવારથી જ મતદાન જોવા મળ્યું હતું. હુબલીના ભાંગર ખાતે બોમ્બ ફેંકવામાં આવ્યો હતો પરંતુ તે ફૂટ્યો નહોતો. આ પછી પોલીસે બોમ્બને પાણીમાં ફેંકી દીધો.
આ પણ વાંચો… ટીમ મેકિંગ ડોક્ટર ઓર્ગેનાઇઝેશનને શિક્ષણ મંત્રીના હસ્તે અપાયું સન્માન
મતપેટીમાં આગ લાગી
રાજ્યમાં મુર્શિદાબાદથી માલદા સુધી હિંસા જોવા મળી હતી. કૂચ બિહારમાં એક વ્યક્તિ બેલેટ બોક્સ લઈને દોડતો જોવા મળ્યો હતો. કૂચ બિહાર જિલ્લાના દિનહાટાના બરંચીનામાં એક મતદાન મથક પર મતદાતાઓએ કથિત રીતે એક મતપેટીને સળગાવી દીધી હતી, કારણે કે તેઓ બોગસ મતદાન પર ગુસ્સે ભરાયા હતા. સ્થિતિ એવી હતી કે લોકોએ સુરક્ષા દળો સાથે પણ ઝપાઝપી કરી હતી. અજ્ઞાત બદમાશોએ કૂચ બિહારના સીતાઈમાં બૂથ 6/130, બરવિતા પ્રાથમિક શાળામાં કથિત રીતે તોડફોડ કરી હતી. સીતાઈના પ્રથમ મતદાન અધિકારી અશોક રાયે જણાવ્યું કે, ગઈકાલે રાત્રે 2 વાગ્યે એક પક્ષના કેટલાક લોકો આવ્યા અને મતપેટીમાં પાણી રેડ્યું. આ પછી સવારે 7 વાગે બીજા પક્ષના લોકો આવ્યા અને તોડફોડ કરી.