Surat ,EL News
સુરતમાં લોકોને લિફ્ટમાંથી ફાયર વિભાગની ટીમે બહાર કાઢ્યા હતા. લિફ્ટમાં 8 લોકો ફસાયા હતા. લિફ્ટ બંધ પડી જતા બહાર ન નિકળી શકતા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.
વારંવાર લિફ્ટ બંધ પડી જવાની ઘટનાઓ ચાલું લિફ્ટ દરમિયાન બનતી હોય છે. ત્યારે કેટલાક સંજોગોમાં લોકો લિફ્ટમાં જ ફસાઈ જતા હોય છે. ત્યારે સુરતમાં પણ આજ પ્રકારે આવી જ એક ઘટના બની હતી. મોટા વરાછાના આદિત્ય કોમ્પલેક્સની આ ઘટના છે. લોકો જે લિફ્ટથી ઉપર જઈ રહ્યા હતા આ દરમિયાન ફ્લેટની લિફ્ટ ખોટવાઈ ગઈ હતી. જેમાં ભારે જહેમત બાદ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા.
આ પણ વાંચો… અમદાવાદ-મુખ્યમંત્રીની હાજરીમાં U20 મેયરલ સમિટનું ઉદ્ઘાટન
ફસાયેલા લોકો બહાર ન નિકળી શકતા આ માટે ફાયર વિભાગની મદદ લેવી પડી હતી. જેમાં બાળકો અને મહિલાઓ પણ ફસાયા હતા જો કે, ઘણીવાર સુધી આ લોકો લિફ્ટમાં ફસાયેલા રહેતા આ લોકોને મહામહેનતે ફાયર વિભાગની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા.
ખાસ કરીને પ્રાપ્ત વિગતો અનુસાર ક્ષમતા કરતા વધુ લોકો લિફ્ટમાં બેઠા હતા ત્યારે આ સ્થિતિ સર્જાઈ હતી. તેવામાં આ લોકોને લિફ્ટમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. મેન્ટેનન્સના અભાવે તેમજ ક્ષમતા કરતા વધુ લોકોના કારણે લિફ્ટ ખોટકાવાની ઘટનાઓ વારંવાર બને છે.