Rajkot, EL News
રાજકોટમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા દરોડા પાડવામાં આવતા દવાના નામે વેચાતી સિરપની બોટલ ઝડપી પાડવામાં આવી છે. સૂત્રો તરફથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ક્રાઈમ બ્રાન્ચે દરોડા પાડતા આ મામલે 73 લાખના મુદ્દા માલ સાથે એક વ્યક્તિની ધરપકડ કરાઈ છે. જો કે, આ મામલે એફએસએલની મદદ લેવામાં આવશે અને ત્ચાર બાદ જ ગુનો દાખલ કરવામાં આવશે.
શાપર વેરાળમાં દરોડાની કામગિરી કરવામાં આવી હતી. જેમાં અત્યારે શંકાના આધારે 5 ટ્રકમાં 73 હજાર 275 સિરપની બોટલ જપ્ત કરવામાં આવી છે. આ સિરપની બોટલ મામલે એફએસએલમાં તપાસ કરવામાં આવશે. ત્યાર બાદ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
જો કે, આ દરમિયાન 73 લાખના મુદ્દા માલ સાથે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. મોટો જથ્થો હોવાથી આ મામલે એફએસએલની મદદ લેવામાં આવી રહી છે અને તેના રીપોર્ટના આધારે કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો… અમદાવાદ – જમાલપુરનું ફૂલ બજાર નિહાળવા નેધરલેન્ડથી આવ્યા
અગાઉ પણ રાજકોટમાંથી કફ સિરપની બોટલો એસઓજીએ ઝડપી પાડી હતી. 13 હજારથી વધુ કફ સીરપની બોટલો અગાઉ પણ જપ્ત કરાઈ હતી. ફૂડ એન્ડ ડ્રગ વિભાગમાં તપાસ કરતાં આ કફ સિરપમાં અફીણ હોવાનું માલુમ પડ્યું હતું.