Surat, EL News
છેલ્લા 12 વર્ષથી ગુનાખોરીના રવાડે ચઢેલા માથાભારે શખ્સ ભૂપત આહીર જેના પર 35થી પણ વધુ ગંભીર ગુના નોંધાયેલા છે એવા રીઢા ગુનેગારની ક્રાઇમ બ્રાન્ચની ટીમે મુંબઇના બોરીવલી સ્ટેશન પાસેથી ધરપકડ કરી હતી અને વરાછામાં જ્યાં ફાયરિંગ કર્યું હતું ત્યાં તેનો વરઘોડો પણ કાઢ્યો હતો.
2022માં હત્યાના કેસમાં ફરાર હતો
જણાવી દઈએ કે, સપ્ટેમ્બર, 2022માં વરાછાના માતાવાડી કમલપાર્ક સોસાયટીમાં ઓફિસ ધરાવતા હીરાના વેપારી પ્રવીણભાઇ નકૂમની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. આ હત્યામાં પોલીસે પ્રવીણભાઈના સંબંધી ગીરીશ નકૂમ તેમ જ આશીષ ગાજીપરાની ધરપકડ કરી હતી. તેમની પૂછપરછમાં મુખ્ય આરોપી તરીકે મૂળ ભાવનગરના ઉમરાળા તાલુકાના ધોળા ગામે રહેતો ભુપત ઉર્ફે ભરત ઉર્ફે વિનોદ કેરાસિયા (આહીર)નું નામ ખુલ્યું હતું. હત્યાની ઘટના બાદ ભૂપત ફરાર હતો.
35થી વધુ ગંભીર ગુના નોંધાયેલા
આ પણ વાંચો… વડોદરા: આગામી 3થી 4 દિવસ ઓરેન્જ એલર્ટ,
દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમને ભૂપત મુંબઈમાં હોવાની બાતમી મળી હતી. આથી એક ટીમ મુંબઈ પહોંચી હતી અને બોરીવલી સ્ટેશન પરથી ભૂપતની ધરપકડ કરવામાં આવી હતી. ભૂપત પર 35થી વધુ ગંભીર ગુના નોંધાયેલા છે. તેણે જ્યાં ફાયરિંગ કર્યું હતું એવા વરાછા વિસ્તારમાં લઈ જઈ પોલીસે તેનો વરઘોડો કાઢ્યો હતો. આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.