Rajakot, EL News
કોલેજમાં ભણતા વિદ્યાર્થીને હાર્ટએટેક આવતા મોત નિપજ્યું છે. રાજકોટમાં એન્જિનિયરીંગમાં ભણી રહેલા વિદ્યાર્થીને હાર્ટએટેક આવતા હોસ્પિટલ લઈ જતા પહેલા જ તેનું મોત નિપજ્યું હતું.
વધુ એક વિદ્યાર્થીનું હાર્ટએટેકથી મોત થવાની ઘટના બની છે. રાજકોટમાં કોલેજ ભણી રહેલા કલ્પેશને છાતીમાં દુખાવો ઉપડતા તેને હોસ્પિટલમાં ખસેડાયો હતો પરંતુ હોસ્પિટલમાં વિદ્યાર્થીને મૃત જાહેર કરાયો હતો. યુવકને એસિડી વારંવાર થતી હતી.
તાજેતરમાં જ નવસારીમાં સ્કૂલમાં ભણતી ધોરણ 12ની વિદ્યાર્થિનીને હાર્ટએટેક આવતા તેનું પણ મોત નિપજ્યું હતું ત્યારે વધું એક હાર્ટએટેકની ઘટના આ જ સપ્તાહમાં રાજકોટમાં બની છે. જેમાં એન્જિનિયરીંગ કરતા કોલેજના વિદ્યાર્થી કલ્પેશ પ્રજાપતિને હાર્ટએટેકે આવતા તેનું મોત નિપજ્યું છે. યુવાનો અને કિશોરોમાં પણ આ પ્રકારની હાર્ટએટેકની ઘટના ખરા અર્થમાં ચિંતાનો વિષય બની છે. આ બાબતે સરકારે પણ ગંભીરતાથી વિચારવાની જરુર છે.
આ પણ વાંચો… UCC: યુનિફોર્મ સિવિલ કોડની ચર્ચા પર ભાજપે ઓવૈસી પર સાધ્યું નિશાન
કલ્પેશની ઉંમર 28 વર્ષની હતી અને તેને અચાનક જ છાતીમાં દુખાવો ઉપડ્યો હતો ત્યારે તેને એસીડીટી પણ વારંવાર થતી હતી ત્યારે તેણે પહેલા સોડા પીધી હતી જો કે, દુખાવો વધતા તેને મિત્રને જાણ કરી હતી. જેથી 108 મારફતે યુવકને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો પરંતુ હોસ્પિટલમાં જતા પહેલા જ યુવકનું પ્રાણ પંખેરુ વિખેરાઈ ગયું હતું. આ વાતની જાણ થતા પરીવારજનો પણ આઘાતમાં આવી ગયા છે. કેમ કે, માન્યામાં ન આવે તેવી ઘટના આજકાલ યુવાનોમાં હાર્ટએટેકને લઈને બની રહી છે.