Gujarat , EL News
ગુજરાતમાં વિધીવત રીતે ચોમાસું બેસી ગયું છે ત્યારે ફરી એકવાર હવામાન નિષ્ણાતો દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. 28 જૂનથી 30 જૂન સુઘી અતિભારે વરસાદ થઈ શકે છે.
ગુજરાતમાં વિવિધ ભાગોમાં ચોમાસાની શરુઆત પહેલા જ વરસાદ વાવાઝોડાની સ્થિતિના કારણે થયો છે. આ ઉપરાંત ભેજવાળા વાતાવરણના કારણે પણ વરસાદી માહોલ મધ્યગુજરાત સહીતના વિવિધ વિસ્તારોમાં જોવા મળ્યો છે. ત્યારે ગઈકાલથી જ વિધીવત રીતે ચોમાસાની શરુઆત થઈ ચૂકી છે ત્યારે વિવિધ ભાગોમાં વરસાદ જોવા મળ્યો હતો ત્યારે આ સિઝનમાં ફરી એકવાર વરસાદની આગાહી હવામાન નિષ્ણાતો દ્વારા કરવામાં આવી રહી છે. અંબાલાલ પટેલે આગામી 28થી 30 જૂન વચ્ચે ભારેથી અતિભારે વરસાદ થશે તેમ આશા વ્યક્ત કરી છે.
આ કારણે વરસાદની શક્યતા
બંગાળની ખાડીમાં વધુ એક વરસાદી સિસ્ટમ સક્રીય થઈ છે જેના કારણે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે.
આ વિસ્તારોમાં વરસાદ પડશે
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં તેમજ કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત અન્ય કેટલાક ભાગોમાં પણ વરસાદ જોવા મળશે.
આ પણ વાંચો… Goat Milk: બકરીનું દૂધ ગાય અને ભેંસ કરતાં પણ વધુ શક્તિશાળી છે
જુલાઈ મહિનાની શરુઆતમાં જ વરસાદી માહોલ જામશે
1 જુલાઈ બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રીય થતા તરત જ ફરીથી જુલાઈ મહિનામાં 2થી 3 જુલાઈન આસપાસ વરસાદ પડશે. જુલાઈ મહિનાની શરુઆતમાં જ વરસાદી માહોલ જામશે