Ahemdabad, EL News
સાબરમતી નદીમાં પ્રદૂષણ મામલે હાઈકોર્ટ દ્વારા સૂઓમોટો લેવામાં આવી છે. ત્યારે આ મામલે એક પછી એક ચોંકવનારી વિગતો નદીમાં થઈ રહેલા પ્રદૂષણ મામલે સામે આવી રહી છે. જેમાં 14 એસટીપી પ્લાન્ટમાંથી ટ્રીટ કરેલા પાણીના લેવાયેલા નમુનામાંથી 50 ટકા નમૂનાઓ ફેલ થયા છે. આ મામલે એએસીટએ કાર્યવાહી કરતા એસટી પ્લાન્ટમાં કાર્યરત કોન્ટ્રાક્ટર અને દૂષિત પાણીના પેરામિટર ન જળવાતા ઓપરેટરને દંડ કર્યો છે.
કોર્ટ મિત્રએ સોગંદનામું કરતા ખાનગી સોસાયટીનું ગંદૂ પાણી સાબરમતીમાં ઠલવાય છે. આ સાથે મેગાએ 7થી વધુ ગેરકાયદેસર કનેકશન અંગે જીપીસીબીએ અને એએમસીની જાણ કરી છે. 500 ગેરકાયદેસક કનેક્શન મળ્યા છે. 14 એસટીપી પ્લાન્ટમાંથી ટ્રીટ કરાયેલા નમૂના ફેલ સાબિત થયા છે. તે સહીતની વિગતો રજૂ કરી હતી.
આ પણ વાંચો… શું મણિપુરમાં શાંતિ સ્થાપિત કરવાનો કોઈ રસ્તો મળશે?
સાબરમતીમાં ટ્રીટ કરેલું પાણી ઠાલવવામાં આવી રહ્યું છે. જેના કારણે જમીન નીચે પેટાળમાં રહેલો કુદરતી પાણીનો જથ્થો પણ દૂષિત થાય છે. સાબરમતી નદીમાં પ્રદૂષણનો મુદ્દો લાંબા સમયથી સામે આવી રહ્યો છે. ત્યારે ફરી આ મામલે ચિંતા વધી છે. થોડા સમય પહેલા સાબરમતીમાં થઈ રહેલા પ્રદૂષણ મામલે એ પણ વિગતો રીપોર્ટ સાથે સામે આવી હતી જેમાં દેશની બીજા નંબરની સૌથી વધુ પ્રદૂષિત નદી સાબરમતી છે. ત્યારે આ મામલે ફરી પ્રદૂષણ સામે આવતા ચિંતા વધી છે. નદીમાં હજૂ પણ પ્રદૂષિત પાણી છોડવામાં આવી રહ્યું છે. સોસાયટીઓ તેમજ ટ્રીટ કર્યા સિવાયનું પાણી એકમો દ્વારા છોડવામાં આવી રહ્યું છે.