Breaking News, EL News
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અમેરિકાના પ્રવાસેથી ભારત પરત ફરી રહ્યા છે. પીએમ મોદીની આ વખતની અમેરિકા મુલાકાત ઘણા અર્થમાં ઐતિહાસિક હતી. તેમની મુલાકાત દરમિયાન અમેરિકા અને ભારત વચ્ચે ટેક્નોલોજી ક્ષેત્રે ઘણા મોટા કરાર થયા. આ કરારોમાંથી એક સંરક્ષણમાં ટેકનોલોજીની વહેંચણી છે. અમેરિકા ભારતને GE-F414 ટેક્નોલોજી આપશે. ફાઇટ જેટ બનાવવાની આ ટેકનિકની શરૂઆતથી ભારતની સંરક્ષણ પ્રણાલી અનેકગણી મજબૂત બનશે.
તમને જણાવી દઈએ કે આખી દુનિયામાં માત્ર 4 દેશ એવા છે જેમની પાસે ફાઈટર જેટ બનાવવાની ટેક્નોલોજી છે. આ દેશો અમેરિકા, રશિયા, ઈંગ્લેન્ડ અને ફ્રાન્સ છે. મતલબ કે આખી દુનિયામાં ઉડતા તમામ ફાઈટર જેટ આ દેશોમાં જ બને છે. જો કે હવે આ યાદીમાં ભારતનું નામ પણ જોડાઈ જશે કારણ કે હવે અમેરિકન કંપની જનરલ ઈલેક્ટ્રીક ભારતીય કંપની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડને GE-F414 એન્જિન ટેક્નોલોજી આપશે.
GE-F414 એન્જિનની ખાસિયતો
GE-F414 ટેક્નોલોજી એ ફાઈટર જેટ એન્જિન બનાવવા માટેની ટેક્નોલોજી છે. યુએસ નેવી તેના ફાઈટર જેટ પર આ ટેક્નોલોજીથી બનેલા એન્જિનનો ઉપયોગ કરે છે. ભારત તેના લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસમાં GE-F414 ટેક્નોલોજીથી બનેલા ફાઇટર જેટ એન્જિનનો ઉપયોગ કરી શકે છે. આ ટેક્નોલોજીનો ઉપયોગ છેલ્લા 30 વર્ષથી ફાઈટર જેટ માટે થઈ રહ્યો છે. અમેરિકા સહિત વિશ્વના ઘણા દેશોમાં GE-F414 ટેક્નોલોજીથી બનેલા એન્જિનનો ઉપયોગ ફાઈટર જેટ પર થઈ રહ્યો છે.
આ પણ વાંચો… ગળામાં ખરાશને કારણે કર્કશ અવાજ થઈ ગયો છે?
GE-F414 ટેક્નોલોજીથી બનેલા એન્જિનની મજબૂતાઈનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેનાથી બનેલા એન્જિન અત્યાર સુધીમાં 50 લાખ કલાકથી વધુ ઉડાન ભરી ચૂક્યા છે. આ એન્જિન બનાવનારી કંપની અત્યાર સુધીમાં 1600થી વધુ એન્જિન બનાવી ચૂકી છે. GE-F414 એન્જિન ખાસ ટેક્નોલોજીથી સજ્જ છે. આને સરળતાથી ડિજિટલી નિયંત્રિત કરી શકાય છે. એન્જિનની કામગીરી વધારવા માટે, ખાસ પ્રકારની ઠંડક પ્રણાલીનો ઉપયોગ કરવામાં આવે છે.