Rajkot, EL News
આત્મીય યુનિવર્સિટીના સંચાલક ત્યાગ વલ્લભ સ્વામી સામે અને તેમના મળતિયાઓ સામે છેતરપિંડીનો કેસ નોંધાયો છે. આ મામલે રાજકોટ તાલુકા પોલિસ દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે.
32.26 કરોડનું કૌભાંડ થયાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. ત્યાગ વલ્લભ સ્વામીએ અલગ અલગ 20 લોકોના નામે ખાતા ખોલાવ્યા હોવાનું સામે આવ્યું છે. ખાતા ખોલાવ્યા બાદ તેમાં આર્થિક વ્યવહારો થતા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર હાલમાં ત્યાગ વલ્લભ સ્વામી અને તેના મળતિયાઓ ફરાર છે. ત્યાગ વલ્લભ સ્વામી અને તેમના મળતિયાઓએ કોર્ટમાં આગોતરા જામીન અરજી આ મામલે કરી છે.
આ પણ વાંચો… Weight Loss Mistakes: ભૂખ્યા રહીને વજન ઘટાડવાનો પ્રયાસ ન કરો
સોખડા સ્વામિનારાયણ મંદિર સંચાલિત આત્મીય શૈક્ષણિક સંકુલ છે તેના સંચાલક ત્યાગ વલ્લભ સ્વામી છે. તેમના મળતિયાઓ દ્વારા 33.26 કરોડની છેતરપિંડી આચરવામાં આવી છે. ટ્રસ્ટની મિલકનો વ્યક્તિગત ઉપયોગ કરવા મામલે ફરીયાદ નોંધાઈ હતી. ફરિયાદમાં નવા નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. સ્વામીએ તેમના નજીકના ગણાતા સેવકોના ખાતામાં જમા કરાવ્યા છે. તેમના આધાર, પુરાવાઓની ચીજ વસ્તુઓ તેમની પાસે જ રાખી હતી. ફરીયાદ બાદ રાજકોટની કોર્ટમાં આગોતરા જામીન અરજી કરાઈ છે ત્યારે સોમવારે આ મામલે સુનાવણી થશે. ત્યારે ચેરીટી કમિશનમાંથી માહિતી લઈને કાર્યવાહી કરવામાં આવશે. સમગ્ર મામલે રાજકોટ તાલુકા પોલિસ દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે.