28 C
Gujarat
November 24, 2024
EL News

ખુશખબર / Google Pay એપના આ ફીચરે પેમેન્ટની રીત બદલી

Share
 Business, EL News

UPI પેમેન્ટમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું છે. ગૂગલ પે (Google Pay) ના યુઝર્સને હવે ટ્રાન્ઝેક્શન કરતી વખતે એક અલગ અનુભવ મળશે. યુપીઆઈ પેમેન્ટ હવે યુઝર્સ માટે સરળ બની ગયું છે. કંપનીએ યુપીઆઈ લાઈટ (UPI Lite) ફીચરને તેની એપ પર લાઈવ કરી દીધું છે. હવે યુઝર્સ પીન (UPI PIN) દાખલ કર્યા વિના 200 રૂપિયા સુધીનું પેમેન્ટ કરી શકશે. આ ફીચર તાજેતરમાં પેટીએમ (Paytm) અને ફોનપે (PhonePe) દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, યુપીઆઈ (UPI) લાઇટ સપ્ટેમ્બર 2022 ના રોજ ભારતીય રિઝર્વ બેંક (RBI) ના ગવર્નર શક્તિકાંત દાસ દ્વારા લો-વેલ્યુ યુપીઆઈ (UPI) પેમેન્ટને વધુ સરળ બનાવવા માટે લોન્ચ કરવામાં આવી હતી. યુપીઆઈ લાઇટ (UPI Lite) ની મદદથી તમે માત્ર એક જ ક્લિકથી દૈનિક નાની ચૂકવણી સરળતાથી કરી શકશો.
Measurline Architects
આટલા રૂપિયાના ટ્રાન્જેક્શન પર કોઈ પણ પ્રકારના પિન નથી

યુપીઆઈ લાઇટ વોલેટ યુઝર્સને એકવાર લોડ કર્યા પછી 200 રૂપિયા સુધીના ઈન્સ્ટન્ટ ટ્રાન્જેક્શન કરવાની મંજૂરી આપે છે. તેને કોઈપણ પ્રકારની પિનની જરૂર નથી હોતી. આ પ્રક્રિયાની મદદથી પેમેન્ટ કરવી સરળ અને આસાન હશે. તેમાં તમે એક સમયે વધુમાં વધુ બે હજાર રૂપિયા એડ કરી શકો છો. તેના દ્વારા તમે યુપીઆઈ લાઇટ (UPI Lite) ની મદદથી 24 કલાકમાં વધુમાં વધુ 4,000 રૂપિયા સુધીનો ખર્ચ કરી શકો છો.

આવી રીતે એક્ટિવેટ કરો Google Pay યુપીઆઈ લાઈટ ફીચર

1. Google Pay એપને સૌથી પહેલા ઓપન કરો

2. તેના પછી સૌથી ઉપર પ્રોફાઈલ પિક્ચર પર તમારે ક્લિક કરવાનું રહેશે

3. તેના પછી તમારે UPI Lite Pay Pin Free પર જવાનું રહેશે. અહીંયા સૂચનાઓનું પાલન કરો

4. તેના પછી કોઈપણ બેંક એકાઉન્ટને લિંક કરો જે UPI Lite ને સપોર્ટ કરે છે

5. તેના પછી યુપીઆઈ પિનને નાખો. આમ કરવા પર યુપીઆઈ લાઈટ એકાઉન્ટ સફળતાપૂર્વક સક્રિય થઈ જશે

આ પણ વાંચો…   સુરતના ગેસ્ટ હાઉસમાં આપના ધારાસભ્ય મહિલા સાથે દેખાયા

6. આ વાત પર ધ્યાન રાખો કે, અહીંયા ફક્ત Google Pay પર એક UPI Lite એકાઉન્ટ બનાવી શકાશે

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

આ સ્કીમમાં રોકાણ કરો અને મેળવો FD કરતા વધુ વ્યાજ

elnews

ભારતમાં સસ્તુ થયું સોનું, ખરીદતા પહેલા જાણી લો નવી કિંમત

elnews

થાપણદારોને શોધીને બેંકો પરત કરશે નાણાં

elnews

Leave a Comment

error: Content is protected !!