Rajkot, EL News
શોર્ટસર્કિટને કારણે ફર્નિચરના શો રુમમાં આગ લાગી હતી. આગની જાણ થતા જ ફાયરનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પહેલા ખાલી પ્લોટમાં આગની ઘટના બની હતી ત્યાર બાદ કારખાનામાં આગ પ્રસરી હતી. આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. ફાયર વિભાગની 8 ગાડીઓ દ્વારા સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. આગ એટલી વિકરાળ હતી કે, રાજકોટમાં દૂર એક કિમી સુધી તેના ગોટેગોટા દેખાતા હતા.
ફર્નિચરના ગોડાઉનમાં લાગેલી ભીષણ આગમાં કવાહનો પણ બળીને ખાખ થઈ ગયા હતા. ત્રણથી ચાર ટુ વ્હીલર બળી ગયા હતા. આગ આગળ વધતાં જ નાસભાગ મચી ગઈ હતી અને આજુ-બાજુના લોકો પણ ભાગી ગયા હતા.
આ પણ વાંચો… સુરતમાં 1 લાખથી વધુ લોકો યોગ દિન કાર્યક્રમમાં જોડાયા
રાજકોટમાં મવડી વિસ્તારના આનંદ બંગલા ચોક નજીક આ ઘટના બની હતી. આગ મહદઅંશે કાબૂમાં આવી હોવાનું ફાયર અધિકારીઓએ નિવેદન કર્યું હતું. જો કે, આગ લાગવાના કારણે અંદાજે 70 લાખ રુપિયાનું નુકસાન થયાનો અંદાજ છે. મોટાભાગનું ફર્નિચર બળીને ખાખ થઈ ગયું હતું. આગ ગ્રાઉન્ડ ફ્લોરથી ટોપ ફ્લોર સુધી ફેલાઈ ગઈ હતી. આખી ઈમારત બળીને રાખ થઈ ગઈ છે. હાલ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. જો કે, ઉપરના માળે લાગેલી આગ ઓલવતા વાર લાગી હતી.