Surat, EL News
સુરત ખાતે રાજ્ય કક્ષાના યોગ દિનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી, સીઆર પાટીલ સહીતના મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. સુરતમાં 1 લાખથી વધુ લોકો ભેગા થઈ યોગ દિન કાર્યક્રમમાં જોડાયા હતા.
સુરત ખાતે યોજવામાં આવેલા યોગ દિવસના કાર્યક્રમમાં રાજયના ગૃહમંત્રી અને રમતગમત મંત્રી હર્ષભાઇ સંઘવીએ સંબોધન કરતા જણાવ્યું કે, વહેલા જાગવામાં નહી પરંતુ મોડે સુઘી સુરત શહેરની ગલીઓમાં સુરતને ધબકતુ રાખનાર સુરતીઓએ યોગ દિવસ નિમિત્તે અનખો રેકોર્ડ રચ્યો છે.
એક લાખ થી વધુ લોકોએ ભેગા થઇ મોટી સંખ્યામાં યોગ દિન કાર્યક્રમમાં જોડાયા છે. આજે સુરત શહેરના ઇન્ટરનેશનલ રોડ પર જ્યાં નજર પડે ત્યા સુરતવાસીઓ આજે યોગમય થયા છે જે બદલ રાજયસરકાર વતી આભાર વ્યકત કરુ છું. આ કાર્યક્રમને સફળ બનાવવા સામાજીક સંસ્થાઓ,પોલીસની ટીમ,વહીવટીતંત્રની ટીમ,ગુજરાત રાજય યોગ બોર્ડ,રમત-ગમત વિભાગ,તમામ લોકોને ખૂબ અભિનંદન પાઠવું છું.
આ પણ વાંચો… ગાંધીભુમિ યોગમય: દરિયાકિનારે 4000 લોકોએ કયા યોગાસન
આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે સંબોધન કરતા જણાવ્યું કે, આજે યોગ દિવસે સુરત વાસીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી એક વિશ્વ રેકોર્ડ સર્જયો છે તે બદલ સુરતવાસીઓને અભિનંદન પાઠવું છું. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ફિટનેસ જાળવવા યોગ કરી દેશ અને દુનિયાને યોગનું મહત્વ સમજાવ્યું છે. બેઠાળુ જીવનમાં અને માનસીક તણાવ વચ્ચે સ્વસ્થ્ય રહેવાનો એક માત્ર ઉપાય યોગ છે. યોગ ભારતની પ્રાચીન પરંપરાની અમુલ્ય ભેટ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી વિશ્વભરના દેશોને જાગૃત કરી યોગ કરવા સુચન કર્યુ છે. આજે દેશવાસીઓ જોઇ રહ્યા છે કે ગુજરાતના સુરતમાં આજે ઐતિહાસીક રેકોર્ડ થયો છે તે બદલ અભિનંદન પાઠવું છું.