Health Tips, EL News
Weight Loss: વજન ઘટાડવામાં લીંબુ પાણી કેટલું અસરકારક છે? જાણો સાચી હકીકત…
ઉનાળો છે અને લીંબુ શરબતની કોઈ વાત ન આવે એવુ બને નહીં.. આપણામાંથી મોટાભાગના લોકો તેને ખૂબ જ પસંદ કરે છે. ઉનાળામાં આ પીણું ઘરે સરળતાથી તૈયાર કરી શકાય છે તેમજ તે બજારોમાં સરળતાથી મળી રહે છે, ઘણા લોકો સોડા સાથે લીંબુનો રસ પીવાના શોખીન હોય છે.
લીંબુ પાણી વજન ઘટાડશે?
આપણે સાંભળ્યું જ હશે કે નિયમિતપણે લીંબુ પાણી પીવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. હેલ્થ એક્સપર્ટ્સ પણ આગ્રહ રાખે છે કે સવારે વહેલા ઊઠીને એક ગ્લાસ લીંબુ પાણી પીવાથી પેટની ચરબી ઓછી થાય છે, ઘણા લોકો સારા પરિણામ માટે આ પીણામાં મધ પણ ઉમેરે છે, પરંતુ શું ખરેખર લીંબુ પાણીથી વજન ઓછું થાય છે?
લીંબુ પાણી પીવાના ફાયદા
લીંબુમાં સાઇટ્રિક એસિડ, પોટેશિયમ, વિટામિન સી, વિટામિન બી-6, પેક્ટીન અને ફાઇબર ભરપૂર માત્રામાં જોવા મળે છે. આ પાચનમાં સુધારો કરે છે સાથે જ આપણને ફ્રી રેડિકલથી બચાવે છે. લીંબુમાં એન્ટીઑકિસડન્ટો મળી આવે છે, જે હૃદયના સ્વાસ્થ્યને સુધારે છે અને કેન્સર જેવી ગંભીર બીમારીઓનું જોખમ પણ ઘટાડે છે. લીંબુ પાણી પીવાથી પેટ અને કમરની આસપાસ જામી ગયેલી ચરબી ઓછી થવા લાગે છે એટલે કે તમારું વજન ઝડપથી ઘટે છે.
ભૂખને નિયંત્રિત કરે છે
લીંબુમાં પેક્ટીન નામનું તત્વ હોય છે જે ભૂખને કાબૂમાં રાખવામાં મદદ કરે છે, તેને પીવાથી તેલયુક્ત ખોરાક ખાવાની ઈચ્છા પણ ઓછી થઈ જાય છે. તેમાં હાજર ફ્લેવોનોઈડ્સ ચયાપચયને વેગ આપે છે અને તે જ સમયે શરીરને ડિટોક્સિફાય કરે છે. લીંબુમાં રહેલું પોટેશિયમ શરીરને હાઇડ્રેટ રાખે છે અને બ્લડ પ્રેશર ઘટાડવામાં પણ મદદ કરે છે.
આ પણ વાંચો… જૂનાગઢમાં 180 શખ્સો રાઉન્ડ અપ,વૃદ્ધનું મોત નીપજતા હત્યાનો ગુનો
લીંબુનું શરબત કેવી રીતે તૈયાર કરવું?
જો તમે ઈચ્છો છો કે તમારા પેટની ચરબી પર લીંબુની અસર વધુ થાય, તો સૌથી પહેલા એક ગ્લાસ નવશેકું પાણી લો અને તેમાં એક નાનું લીંબુ નીચોવી લો. હવે તેમાં કાળું મીઠું અને જીરું પાવડર મિક્સ કરીને પીવો. જો તમે સવારે ઉઠીને હુંફાળા પાણીમાં એક ચમચી મધ ભેળવીને પીશો તો વજન ઝડપથી ઘટશે.