Gujarat , EL News
બિપોરજોય વાવાઝોડ ઓમાન કે પાકિસ્તાન તરફ ફંટાઈ શકે છે. કાંઠા વિસ્તારોમાં સામાન્ય વરસાદ થઈ શકે છે. જો કે, ગુજરાતમાં વધુ અસર સર્જાય તેવા ઓછા અણસાર છે. તે છતાં તંત્રએ પણ તૈયારીઓ જો વાવાઝોડું ફંટાય તો તેજ કરી છે.
ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાને લઈને તંત્ર સજ્જ બન્યું છે. જો કે, આ વાવાઝોડું પોરબંદરથી 1000 કિમી જેટલું દૂર છે. વાવાઝોડાના કારણે દરિયાકાંઠે ભારે પવન સાથે ધોધમાર વરસાદની શક્યતા છે. વેધર વોચ ગ્રુપની પ્રથમ બેઠકમાં વાવાઝોડાની સ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવી હતી. જો કે, હવામાન નિષ્ણાતોનું માનવું છે કે, બિપોર જોય વાવાઝોડાના કારણે વરસાદ પણ પડી શકે છે. હવામાન વિભાગની આગાહીને પલગે તંત્ર દ્વારા તૈયારીઓ પણ શરુ કરી દેવામાં આવી છે. ગુજરાતમાં વાવાઝોડાની અસર થઈ શકે છે.
ગુજરાતથી બની શકે છે કે, આ વાવાઝોડું ફંટાય
ગુજરાતથી બની શકે છે કે, આ વાવાઝોડું ફંટાઈ શકે છે. જો કે, કોસ્ટલ એરીયાની અંદર વરસાદ આવી શકે છે. વાવાઝોડું 12 જૂનથી દેશમાં નબળું થઈ શકે છે. ઓમાન તરફ તેમજ પાકિસ્તાન તરફ વાવાઝોડું ફંટાઈ શકે છે. વાવાઝોડાના કારણે 9 જૂન સુધીમાં હવા 150 કિમી સુધી થવાની શક્યતા છે. 10 જૂન સુધીમાં વાવાઝોડાની સ્પીડ 150થી 170 કિમી સુધી થવાની પણ શક્યતા છે. 11 તારીખે આ વાવાઝોડું વધુ તીવ્રતા પણ બતાવી શકે છે. દેશમાં આ સ્થિતિ જોવા મળશે.
આ પણ વાંચો… યુવકની કરામત, વેસ્ટ લાકડામાંથી ઈકોફ્રેન્ડલી ઘડીયાળો બનાવી
9 અને 10 જૂનના રોજ ગુજરાતની નજીક હશે
જો કે, ગુજરાતમાં 9 અને 10 જૂનના રોજ ગુજરાતની નજીક હશે. 9થી 12 તારીખ સુધીમાં ગુજરાતમાં દરિયા કાંઠે અસર પાડી શકે છે. ગુજરાતના કાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે પણ વરસાદ થઈ શકે છે. દરીયાકાંઠે ગુજરાતમાં 60થી 100 કિમી જેટલો ઝડપી પવન ફૂંકાઈ શકે છે. ગુજરાતને મોટું નુકસાન થાય તેવી સ્થિતિ સર્જાવાની શક્યતા ઓછી છે. પરંતુ તંત્રએ અત્યારથી જ તૈયારીઓ તેજ કરી દીધી છે.