Ahemdabad , EL News
અમદાવાદમાં કેટલીક કોલેજોમાં મોંઘી ફીના મામલે NSUI દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. ફી વધુ વસૂલાતી હોવાના દાવા સાથે વિરોધ ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં વિરોધ કર્યો હતો. આ મામલે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વિદ્યાર્થીઓને વિરોધ કરતા અટકાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.
કેટલીક સેલ ફાયનાન્સ યુનિવર્સિટીઓમાં બીએ, બીકોમની વાર્ષિક ફી 4 લાખ રુપિયા છે. બીબીએ, બીસીએ, એમબીએમાં પણ 4 લાખ ફી વસૂલાય છે. ગ્રેજ્યુએટ કોર્સમાં લાખોની ફી ન હોવી જોઈએ તેવી માંગ સાથે વિરોધ કરવામાં આવ્યો છે.
અન્ય યુનિવર્સિટીની સરખામણીએ ગુજરાત યુનિવર્સિટીમાં ફી વધારે છે. આ સાથે ખાનગી યુનિવર્સિટીને પણ એફઆરસીમાં લાવવાની માગ કરવામાં આવી છે. ફી વધુ ના વસૂલાવી જોઈએ આ મામલે દેખાવો એનએસયુઆઈ દ્વારા કરાયા હતા.
આ પણ વાંચો… Belly Fat: પેટ અને કમરની ચરબી ઘટાડવા માંગો છો?
અમદાવાદ યુનિવર્સિટી દ્વારા બીએ બીકોમની ફી ચાર લાખ ઉઘરાવવામાં આવી રહી છે. તેમ એનએસયુઆઈના કાર્યકર્તાઓએ કહ્યું હતું આ સાથે તેમણે મીડિયા સાથેની વાતચીતમાં વધુમાં કહ્યું કે, ભાજપના શાસનમાં જે સેલફાયનાન્સ કોલેજો વિદ્યાર્થીઓને લૂંટી રહી છે તે મામલે અમારો આ વિરોધ છે. એક સામાન્ય કોર્સ બીએ, બીકોમ બીબીએની એક એક વર્ષની બે-બે લાખ રુપિયા ફી અમદાવાદ યુનિવર્સિટી લઈ રહી છે. તમામ ખાનગી યુનિવર્સિટીઓને એફઆરસીમાં સમાવવી જોઈએ. જેથી વિદ્યાર્થીઓને મોંઘી ફી ન ભરવી પડી. ખાનગી યુનિવર્સિટી પર કોઈ પણ પ્રકારનું નિયંત્રણ નથી તેમ પણ એનએસયુઆઈના કાર્યકર્તાઓએ વિરોધ કરતા આ વાત કહી હતી.