EL News

અમદાવાદ -રથયાત્રામાં સુરક્ષાને લઈને પોલીસની તડામારા તૈયારી

Share
Ahemdabad, EL News

અમદાવાદમાં આગામી અષાઢી બીજના દિવસે રથયાત્રા કોટ વિસ્તારમાં નિકળશે. ત્યારે રથયાત્રાને લઈને તંત્ર દ્વારા તડમાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.

Measurline Architects

ક્રાઈમબ્રાન્ચ દ્વારા ડ્રોન સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું. રથયાત્રા રુટ પર આવતા સંવેદનશીલ વિસ્તારોમાં ડ્રોનથી નજર રાખવામાં આવી રહી છે. ફૂટ પેટ્રોલિંગ દ્વારા શંકાસ્પદ હિલચાલ પર પોલીલ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવળશે.

આ પણ વાંચો…   બજારમાં નવી છોકરી”એ કાપડના વેપારીને હનીટ્રેપમાં ફસાવ્યો

રુટના થ્રીડી મેપિંગ સાથે હાઈટેક રીતે રથયાત્રા યોજવામાં આવશે. જેમાં દરેક સ્તરે તૈયારીઓ થઈ રહી છે ત્યારે સુરક્ષા, વ્યવસ્થાનું પણ વિશેષ રીતે ધ્યાન રાખવામાં આવશે. રથયાત્રાનો 22 કિમી જેટલો રુટ હોય છે ત્યારે આ રુટ પર થ્રીડી મેપિંગ પણ કરાશે આ સાથે હાઈટેક રથયાત્રા આ વખતે યોજવામાં આવશે.

અમદાવાદમાં મોટી સંખ્યામાં ભક્તિ ભાવ સાથે રથયાત્રાનું રંગેચંગે આયોજન કરવામાં આવે છે ત્યારે મંદિરથી સરસપુર તેમજ કોટ વિસ્તારમાં રથયાત્રા ભગવાન જગન્નાનથી નિકળે છે. ગુજરાત તેમજ દેશભરમાંથી ભાવી ભક્તો આ રથયાત્રામાં ભાગ લેતા હોય છે. આ દરમિયાન સુરક્ષા વ્યવસ્થાનું બારીકાઈથી ધ્યાન રાખવામાં આવે છે.  આર્ટિફિશીયલ ઈન્ટેલિજન્સ અને વર્ચ્યુઅલ રિયાલિટી ડ્રોનમેપિંગથી નજર રાખવામાં આવી રહી છે.  રથયાત્રામાં દર વખતે મોટી સંખ્યામાં પોલીસ જવાનો તહેનાત રહે છે ત્યારે અત્યાધુનિક ટેકનોલોજી સાથે પોલીસના જવાનો આ વખતે પણ રથયાત્રા દરમિયાન સજ્જ જોવા મળશે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

સુરત: નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ સાથે કર્મચારીઓને પણ હેરાનગતિ,

elnews

10 માર્ચ ૨૦૨૩ એ લેન્ડ ગ્રેબિંગ ફિલ્મ સિનેમા નાં સોનેરી પડદાં ઉપર ચમકશે…

elnews

શહેરના 9 જેટલા ગાર્ડનનું રૂ. 8 કરોડના ખર્ચે થશે નવીનીકરણ

elnews

Leave a Comment

error: Content is protected !!