Surat, EL News
સુરત પોલીસના હાથ પિસ્તોલ સાથે સિનસપાટા કરી સોશિયલ મીડિયા માટે રીલ્સ બનાવતા યુવકને ભારે પડ્યું છે. પોલીસની સર્વેલન્સ ટીમે આ યુવકને ઝડપી પાડ્યા છે ત્યારે પોલીસે તેમને પકડ્યા બાદ ખ્યાલ આવ્યો હતો કે, આ પિસ્તોલ રમકડાની હતી જો કે, હવે આ પ્રકારની રીલ્સ બનાવવું યુવકોને ભારે પડ્યું છે. રિલ્સ બનાવવા માટે આ પ્રકારે પિસ્તોલ સાથે વીડિયો ચાલું બાઈક પર બનાવ્યો હતો. પોલીસે ત્રણેય યુવકોને ઝડપી પાડ્યા હતા. પોલીસની તપાસમાં રમકડાની પિસ્તોલનો ઉપયોગ થયાનું સામે આવ્યું હતું. પકડાયેલા સગીરો છે.
યુવાનો રીલ્સ ચક્કરમાં ઘણી મોટી ભૂલો કરી બેસતા હોય છે. સુરતમાં પણ બાઈક પર સવાર ત્રણ યુવકમાંથી એકના હાથમાં પિસ્તોલ છે અને તે પિસ્તોલ બહાર રાખીને બધાને બતાવી રહ્યો હોય તેમ યુવક બેઠો છે. ત્યારે પોલીસે પકડ્યા ત્યારે ખબર પડી કે, આ રમકડાની પિસ્તોલ છે.
યુવક પાસેની પિસ્તોલ રમકડાની હોવાનું પોલીસ તપાસમાં બહાર આવતા પોલીસના હથ્થે ઝડપાયેલા આ ત્રણ યુવકોએ આ મામલે માફી પણ માંગી હતી. જો કે, પહેલા આ પ્રકારે રીલ્સ બનાવી વાયરલ કરતા પોલીસે સાવધાન બની આ યુવકોની તપાસ કરી તેમને ઝડપી પાડ્યા હતા અને સગીરોને આ ભૂલની માફી મંગાવી હતી.
આ પણ વાંચો… ગાંધીનગર: હવામાન વિભાગની મહત્ત્વની આગાહી,
આ પ્રકારનો વીડિયો વાયરલ થતા પોલીસ પણ એલર્ટ બની ગઈ હતી અને પિસ્તોલ જોઈ કોઈ અનિચ્છનીય ઘટના ન બને અથવા કોઈ ઘટનાને અંજામ આપી શકે તેવી દહેશત પણ આ વીડિયો જોઈને ચોક્કસથી લાગે છે જેથી પોલીસે આ મામલે યુવકોને પકડી સબક શિખવ્યો હતો.