Rajkot, EL News
રાજકોટના ભાગોળે આવેલા રાણપુર ગામે ખેતરમાં ધોરીયો બનાવવા પ્રશ્ને બે પરિવાર વચ્ચે સશસ્ત્ર અથડામણ થયાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. આ હુમલામાં સામસામે મહિલા સહિત છ લોકો ઘવાયા હોવાનુ જાણવા મળ્યું છે. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાણપુર ગામે રહેતા ભરતભાઈ સવજીભાઈ રાંક (ઉ.વ.48), તેના ભાઈ રમેશભાઈ પર તેના ગામમાં જ રહેતા વાઘજી વીરજી રાંક, તેના પુત્ર મનોજ, અનિલ અને વલ્લભએ ઝઘડો કરી પાઇપ, ધોકા વડે હુમલો કર્યો હતો.
હુમલામાં ઘવાયેલા બંને ભાઈઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.આ અંગે જાણ થતાં કુવાડવા પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલ દોડી ગયો હતો. જેમાં ભરતભાઈ રાંકે જણાવ્યું હતું કે ગઈકાલે તેઓ પોતે કર્યા હતા ત્યારે તેમના નાના ભાઈ રમેશભાઇનો ફોન આવ્યો હતો અને તેમણે જણાવ્યું હતું કે થોડીવાર પહેલા તેમના પિતરાઈ ભાઈ અમિતને તેમના કુટુંબી વલ્લભ સાથે જમીનમાં ધોરીયો કાઢવા બાબતે માથાકૂટ થઈ હતી. ત્યારબાદ સુરેશભાઈ કોયાણી અને મહેન્દ્રભાઈ રાંક વાડીએ આવી બંને વચ્ચે સમાધાન કરાવવાનું જણાવ્યું હતું. જેથી બંને પક્ષના લોકો ખેતરે પહોંચ્યા હતા જ્યાં સમાધાનની વાતચીત દરમિયાન સામેવાળા વલ્લભ, વાઘજી અને મનોજે હથિયાર વડે હુમલો કરી દીધો હતો.ત્યારે સામા પગ છે
આ પણ વાંચો… આવતીકાલે ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થશે,
અનિલભાઈ વાઘજીભાઈ રાંક (ઉ.વ.39) એ જણાવ્યું હતું કે ગઈકાલે પોતે રાણપુર ખાતે પોતાની વાડીમાં કામ કરતા હતા ત્યારે બાજુની વાડીવાળા અમીત, નિલેશ, રમેશ અને ભરત ત્યાં ઘસી આવ્યા હતા અને જમીનમાં રહેલો ધોરીયો બુરી નાખવા માટે કહ્યું હતું. તે બાબતે ફરિયાદી એ ના પાડતા બંને વચ્ચે માથાકૂટ થઈ હતી અને સામેવાળા લોકોએ હથિયારો વડે હુમલો કરતા અનિલભાઈ પર પાઇપ, ધોકા અને પાવડાના હાથ વડે હુમલો કર્યો હતો
જેમાં વચ્ચે છોડાવવા પડેલા અનિલભાઈ ના ભાઈ મનોજભાઈ કાકા વલ્લભભાઈ અને કાકી વિજયાબેન પર પણ આ લોકોએ હુમલો કરતા તમામને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પોલીસે બંને પક્ષે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.