Ahemdabad, EL News
સુપ્રીમકોર્ટ સુધી જઈ આવેલા ભ્રષ્ટાચારના બ્રિજ મામલે આરોપીઓને આગોતરા જામીન ન મળતા આખરે પોલીસ સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
અમદાવાદમાં હાટકેશ્વરના છત્રપતિ શિવાજી બ્રિજમાં ભ્રષ્ટાચારના કેસ મામલે આખરે આરોપીઓએ પોલીસ સામે આત્મસમર્પણ કર્યું હતું. અમદાવાદ કોર્ટે પણ આગોતરા જામીન ના મંજૂર કરતા પોલીસ,આ આરોપીઓને પકડે એ પહેલા જ તેમને સામેથી આત્મસમર્પણ કર્યું હતું.
જો કે, અગાઉ હાઈકોર્ટ આરોપીઓની ક્વોશિંગ પિટીશન ફગાવી દેવામાં આવી છે છતાં પણ આરોપીઓ બ્રિજમાં થયેલા મોટા વ્યાપક ભ્રષ્ટાચાર મામલે ધરપકડથી દૂર હતા પરંતું આ આરોપીઓએ પોલીસ સમક્ષ આખરે આત્મસમર્પણ કર્યું હતું. આ કેસના આરોપીઓ એવા ચિરાગ પટેલ, રમેશ પટેલ, રસિક પટેલ અને કલ્પેશ પટેલ પોલીસ સમક્ષ હાજર થયા હતા. ખોખરા હાટકેશ્વર બ્રિજનું અજય ઈન્ફ્રાસ્ટ્રક્ચરના સંચાલકોએ કર્યું હતું.
આ પણ વાંચો… ઓઈલ કંપનીઓએ જાહેર કર્યા પેટ્રોલ અને ડીઝલના ભાવ,
2017માં નવેમ્બર મહિનામાં બ્રિજ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ બ્રિજ બન્યા બાદ અગાઉ 2021માં ગાબડું પડ્યું હતું ત્યારથી આ બ્રિજની નબળી કામગિરીની પોલ ધીરે ધીરે સામે આવી હતી. જો કે, 2022 સુધીમાં 5 ગાબડાઓ પડી ચૂક્યા હતા. લોકોને સવલત મળે માટે બ્રિજ બનાવાય છે ત્યારે આ ભ્રષ્ટાચારના બ્રિજમાં હલકી ગુણવત્તાના મટીરીયલ સાથેની કામગિરીની આશંકાએ વારંવાર ગાબડાઓ પડતા 5 વર્ષમાં 5વાર લોકો માટે બ્રિજ બંધ રહ્યો હતો. વર્ષો સુધી બ્રિજ ચાલવાની જગ્યાએ માંડ થોડા વર્ષોમાં જ બ્રિજ પર ગાબડા પડી હયા હતા. છેવટે દબાણ આવતા એએમસીએ ફરીયાદ દાખલ કરાવી હતી.