EL News

સુરત: પગાર વધારાની માગ સાથે રત્નકલાકારો હડતાળ પર ઉતર્યા

Share
 Surat, EL News

વિશ્વમાં સુરતને ડાયમંડ સિટી તરીકે ઓળખવામાં આવે છે. સુરતનો હીરા ઉદ્યોગ શહેર અને બહારથી આવતા લાખો લોકોને રોજગાર આપી રહ્યો છે. જો કે, સતત વધી રહેલી મોંઘવારીથી રત્નકલાકારો પણ પરેશાન થયા છે. સુરતમાં આવેલા લક્ષ્મી ડાયમંડના 500થી વધુ રત્નકલાકારો પગાર વધારાની માગ સાથે હડતાળ પર ઉતર્યા છે. સાથે જ જો પગાર વધારો નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
PANCHI Beauty Studio
હીરા ઉદ્યોગમાં 1.5 લાખ કારીગરોની અછત

સુરતના હીરા ઉદ્યોગમાં કેટલાક સમય મંદીનો દોર રહેતા અને યોગ્ય પગાર ધોરણ ન હોવાથી છેલ્લા કેટલાક સમયથી નવા કરીગરો આ ઉદ્યોગમાં આવતા નથી અને જે કારીગરો હાલ છે તે પણ અન્ય વ્યવસાય કે નોકરી તરફ વળી રહ્યા છે. જે એક ચિંતાનો વિષય છે. એક રિપોર્ટ મુજબ, હાલ પણ સુરતના હીરા ઉદ્યોગમાં 1.5 લાખ કારીગરોની અછત છે. પરંતુ, જે રત્નકલાકારો હાલ છે તે મોંઘવારીનો સામનો કરી રહ્યા છે. શહેરમાં આવેલા લક્ષ્મી ડાયમંડના 500 કારીગરોએ પગાર વધારાની માગ સાથે વિરોધ દાખવ્યો છે.

પગાર વધારો ન થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી

આ પણ વાંચો…   બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રી અમદાવાદ પહોંચ્યા,

મળતી માહિતી મુજબ, ગુરુવારે પગાર વધારાની માગ સાથે કંપનીના કારીગરોએ કંપનીની બહાર જ વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે. સામાન્ય રીતે વર્ષ પૂર્ણ થાય ત્યારે પગાર વધારો કરવામાં આવે છે, પરંતુ કપંનીના નિયમ મુજબ પગાર વધારો ન કરાયો હોવાનો આરોપ રત્નકલાકારો કરી રહ્યા છે. આથી ગુરુવારથી કંપનીના કારીગરોએ વિરોધ પ્રદર્શન કરી હડતાળ પર ઉતર્યા છે. સાથે જ જો પગાર વધારો નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

રાજકોટ – આત્મીય યુનિવર્સિટીના સંચાલક સામે છેતરપિંડીનો કેસ

elnews

ડ્રગ્સ એજન્ટની ઓડિયો ક્લિપ વાયરલ થતા ડિલરો માં ફફડાટ..

elnews

ગાંધીભુમિ યોગમય: દરિયાકિનારે 4000 લોકોએ કયા યોગાસન

elnews

Leave a Comment

error: Content is protected !!