Gandhinagar, EL News
ગાંધીનગર જમીન કૌભાંડ મામલે અમિત ચાવડાએ ગંભીર આરોપ લગાવ્યા છે. પૂર્વ સીએમ પર આરોપ લગાવવામાં આવ્યા છે. આ મામલે તેમને પ્રેસ કોન્ફરન્સ કરીને હાઈકોર્ટની દેખરેખ હેઠળ તપાસ ચલાવવા માગ અમિત ચાવડા દ્વારા કરવામાં આવી છે.
કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ આક્ષેપ કરતા કહ્યું કે, ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ગામમાં જે રીતે 10 હજાર કરોડની રકમ કરતા વધુનું જમીન કૌભાંડ બહાર આવ્યું છે. જેમાં અગાઉ સને 1918માં એક હીરાચંદ પટેલ અને સુલેમાન કાસમભાઈએ જીવદયા માટે 99 વર્ષના ભાડા પટ્ટે જમીન આપી, હેતુ જીવદયાનો હતો. વર્ષો સુધી પાંજરાપોળની પ્રવૃત્તિ ચાલી. શહેરની નજીક આ જમીન આવી ત્યારે આખો પ્લાન બનાવી જમીન હડપવાનો પ્લાન બનાવાયો. વહીવટ કરતા ટ્રસ્ટે હેતુફેર માટે અધિકારીની મંજૂરી લેવી જરુરી છે પરંતુ મંજૂરી વિના આ જમીનનો પટ્ટો રદ કરવાની કાર્યવાહી કરવામાં આવી. આ જમીન કૌભાંડમાં નિયમોનો ભંગ થયો. તમામ નિયમો નેવે મુકીને કરોડો કમાવવા માટે જમીન કૌભાંડ કરાયું. તેમ આક્ષેપ ચાવડાએ લગાવ્યો હતો.
વધુમાં કહ્યું કે, નિવૃત્ત કલેક્ટર, ચિટનીસ પર કાર્યવાહી કરવામાં આવી છે તેનાથી સ્પષ્ટ થાય છે કે, જમીન કૌભાંડ તમામ નિતી નિયમો નેવે મુકીને કરવામાં આવ્યું છે. કલેક્ટર 10 હજાર કરોડ કરતા વધું કિંમતી જમીનમાં આટલું ખોટું કરી શકે નહીં. આ જમીન પ્રકરણમાં તત્કાલીન મુખ્યમંત્રી, નાયબ પૂર્વ મુખ્યમંત્રી, પૂર્વ મહેસુલ મંત્રી, અધિકારીઓની ઉપસ્થિતિમાં મોટી બેઠકો થઈ. આ સમગ્ર જમીન મામલે બિન ખેતી માટે મંજૂરીઓ આપવામાં આવી, આખું પ્રકરણ ચાલ્યું. ઉપરથી સિધી સૂચનાઓના આધારે નિયમો ભંગ કરી ઓર્ડરો કર્યા. આ સરકારની દેખરેખ હેઠળ થયું. 2013થી 2020 સુધીના અભિપ્રાયો, તપાસ થઈ તેમાં અભિપ્રાયમાં કહેવાયું કે આ નિયમોનું ઉલ્લઘન છે. ટ્રસ્ટ દ્વારા ચેરીટી કમિશનની મંજૂરી નથી લેવાઈ, તબદીલી ખોટી રીતે કરાઈ હોવાથી મંજૂરી આપી શકાય નહીં. તમામ ગેરરીતીઓ નિયમો નેવે મૂકીને મંજૂરીઓ અપાઈ. આ ભ્રષ્ટાચારને ચાલું રખાયો, એગ્રીકલ્ચર ઝોન હોવા છતાં બાંધકામ શરુ કરાયા. નવી સરકારે એગ્રીકલ્ચર ઝોનને વાણીજ્ય ઝોન તરીકે મંજૂરી આપી છે. તેમ આક્ષેપ કર્યો હતો.
આ પણ વાંચો… સુરત: તક્ષશિલા અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા માસૂમોને શ્રદ્ધાંજલિ
આ સાથે વધુમાં ચાવડાએ કહ્યું કે, આ કૌભાંડ રોકવામાં કેમ ના આવ્યું. સરકારની સિધી સૂચના અને અધિકારીઓની દેખરેખ હેઠળ થયા છે. તો એફઆરઆઈ કલેક્ટર પર થઈ શકે છે તો તત્કાલીની મુખ્યમંત્રીથી લઈને મહેસુલ મંત્રી તેમજ અધિકારીઓની મંજૂરી પ્રક્રીયામાં તેમની દેખરેખ હેઠળ આ કામગિરી થઈ છે તો તેમની સાથે કેમ એફઆરઆઈ કે પૂછપરછ નથી થઈ. જમીનને મૂળ સ્થિતિમાં પ્રસ્થાપિત કરીને જમીનનો કબજો મેળવી શ્રી સરકાર દાખલ કરવું જોઈએ. હાઈકોર્ટની સિધી દેખરેખ હેઠળ એસઆઈટીની રચના કરી તપાસ થવી જોઈએ. તેમ આક્ષેપ સાથે માગ કરી હતી.
જો કે, ત્યાર બાદ તત્કાલીન મુખ્યમંત્રીએ આ વાત પાયાવિહોણી હોવાનું કહી તમામ આરોપો ફગાવી દીધા હતા અને તેમને પણ આ મામલે અમતિ ચાવડા અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા.