18.9 C
Gujarat
November 25, 2024
EL News

અમદાવાદથી નશાનું નેટવર્ક પોરબંદર સુધી

Share
 Ahemdabad, EL News
જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક મયંકસહ ચાવડા તથા પોરબંદર જિલ્લાના પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીએ નશીલા પદાર્થો પીનારા અને વેચનારા નશાખોરોને પકડી પાડવા માટે સૂચના આપવામાં આવી હતી. જે અનુસંધાને પોરબંદર એસ.ઓ.જી. ના ઈન્ચાર્જ પી.આઈ. એચ.બી. ધાંધલ્યાએ અલગ-અલગ ટીમો બનાવી ખાનગી રીતે તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન એ.એસ.આઈ. એમ.એચ. બેલીમ તથા પો. હેડ કોન્સ. સરમણભાઈ રાતિયાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ચુનાના ભઠ્ઠા પાસે, અશરફી નગર પાછળના વિસ્તારમાં રહેતા રહીમ નૂરમામદ ચૌહાણના રહેણાંક મકાનમાં પોલીસે રેઈડ કરી હતી. મકાનની તલાશી દરમિયાન એક બિનઉપયોગી બાથરૂમમાંથી પ્લાસ્ટીકના થેલીમાં સુકા ગાંજાનો જથ્થો અને તેની પાસે એક ડીજીટલ વજન કાંટો મળી આવ્યો હતો.
PANCHI Beauty Studio
આથી પોલીસે આ રૂા. ૧૬,પપ૦ ની કિંમતનો કુલ ૧૬પપ ગ્રામ ગાંજો અને વજનકાંટા સહિત કુલ રૂા. ૧૭,૦પ૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને આરોપીની અટકાયત કરી તેની સામે કીર્તિમંદિર પોલીસ મથકમાં એન.ડી.પી.એસ. એક્ટની કલમ ૮-સી, ર૦-બી, ર૯ મુજબ ગુન્હો રજીસ્ટર કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો…    નાની-નાની બાબતો પર પણ તમને ગુસબમ્પ્સ આવે છે

નશીલા પદાર્થ સાથે પકડાયેલો આ રહીમ નામનો શખ્સ રીક્ષાચાલકનો વ્યવસાય કરતો હોવાનું સામે આવ્યું હતું. ત્યારે `આ ગાંજાનો જથ્થો કોની પાસેથી લાવ્યો ?’ તેવું પૂછતા રહીમ ચૌહાણે અમદાવાદ ખાતે રહેતો કિલ્લોલ જોષી કે જેના મોબાઈલ નં. ૮૭૮૦૪ ૯૫૯૪૫ છે, તેની પાસેથી મંગાવ્યો હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે અમદાવાદના કિલ્લોલ નામના શખ્સ સામે પણ ગુન્હો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.

આ સમગ્ર કામગીરી કીર્તિમંદિર પી.આઈ. વી.પી. પરમાર તથા સ્પેશીયલ ઓપરેશન ગ્રુપના ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર એચ.બી. ધાંધલ્યા તથા એ.એસ.આઈ. કે.બી. ગોરાણીયા, એમ.એચ. બેલીમ, પોલીસ હેડ કોન્સ્ટેબલ રવીન્દ્રભાઈ ચાંઉ, મોહિતભાઈ ગોરાણીયા, હરદાસ ગરચર, સરમણભાઈ રાતિયા તથા પોલીસ કોન્સ્ટેબલ સમીરભાઈ જુણેજા, વિપુલભાઈ બોરીચા, ભીમાભાઈ દેવાભાઈ અને ડ્રાઈવર પોલીસ હેડ કોન્સ. ગિરીશ વરજાંગભાઈ વગેરેએ કરી હતી.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત માનનીય વડાપ્રધાન શ્રી ના જન્મદિવસ નિમિત્તે યોગ શિબિર યોજાઈ.

elnews

ભાજપ પૂર્વ પ્રમુખના પુત્ર સહીત 3 વ્યાજખોરોની ધરપકડ

elnews

અમદાવાદ: ગત રાતથી શહેરમાં વરસાદ, એકથી દોઢ ઈંચ જેટલો વરસાદ

elnews

Leave a Comment

error: Content is protected !!