Ahemdabad, EL News
બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી 26 મેથી 2 જૂન સુધી ગુજરાતની મુલાકાત રહેશે. આ દરમિયાન તેઓ અમદાવાદ, સુરત અને રાજકોટમાં દિવ્ય દરબાર કાર્યક્રમ યોજશે. સુરતમાં 26 અને 27 મેના રોજ, અમદાવાદમાં 29 અને 30 મે જ્યારે રાજકોટમાં 1 અને 2 જૂનના રોજ ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર ભરાશે.
1500 સ્વંયસેવક, 500 ખાનગી બાઉન્સર હાજર રહેશે
અમદાવાદમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર કાર્યક્રમ માટે પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. જણાવી દઈએ કે, શહેરના ઘાટલોડિયાના ચાણક્યપુરી વિસ્તારમાં પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર ભરાશે. આ માટે ખુલ્લા મેદાનમાં મંડપ બાંધવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આયોજક સમિતિ દ્વારા દિવ્ય દરબારમાં આવનારા લોકોને કોઈ તકલીફ ન પડે તે માટે દરેક વસ્તુનું ધ્યાન રાખીને તૈયારીઓ શરૂ કરાઈ છે. માહિતી મુજબ, આ કાર્યક્રમ દરમિયાન 1500 સ્વયંસેવક અને 500 ખાનગી બાઉન્સર હાજર રહેશે. સાથે જ હથિયારધારી સિક્યોરિટી પણ તહેનાત રહેશે.
સમગ્ર ડોમમાં સીસીટીવી કેમેરા સજ્જ કરાશે
આ પણ વાંચો… 30 સપ્ટેમ્બર પછી 2000ની નોટનું શું થશે?
હાલ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરાઈ છે. મહિલાની સુરક્ષા માટે મહિલા સિક્યોરિટી પણ તહેનાત રહેશે. 100 જેટલી મહિલા બાઉન્સર સુરક્ષામાં રહેશે એવી માહિતી છે. પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીને ફાળવેલ 22 રૂમના બંગલાથી માત્ર 100 મીટરની અંતરે જ દિવ્ય દરબારનું આયોજન કરાશે. સમગ્ર ડોમમાં સીસીટીવી કેમેરા સજ્જ કરાશે. સાથે જ દરબારમાં આવનારા લોકો માટે પાણીની અને બેસવાની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. જણાવી દઈએ કે, સુરત અને રાજકોટમાં પણ ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર કાર્યક્રમને લઈ પૂરજોશમાં તૈયારી ચાલી રહી છે.