Ahemdabad, EL News
બાગેશ્વર ધામના આચાર્ય પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતની મુલાકાતે આવવાના છે. અમદાવાદ, સુરત અને રાજકોટમાં પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીનો લોકદરબાદ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમ 26 મેથી 2 જૂન, 2023 દરમિયાન નિર્ધારિત સમયાનુસાર યોજાશે. માહિતી છે કે, તેમના કાર્યક્રમોમાં મોટા રાજકીય નેતાઓ પણ હાજરી આપશે. સાથે જ લાખોની સંખ્યામાં લોકો આવી શકે તે પ્રમાણે વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
અમદાવાદમાં કાર્યક્રમ પહેલા પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીને ચેલેન્જ
જણાવી દઈએ કે, 26 અને 27 મેના રોજ સુરતના લિંબાયતમાં, 29 અને 30 મેના રોજ અમદાવાદના ઘાટલોડીયામાં અને 1 અને 2 જૂનના રોજ રાજકોટના રેસ ક્રોસ મેદાનમાં પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના લોકદરબાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ માટે તમામ કાર્યક્રમ સ્થળ પર પૂરજોશમાં તૈયારીઓ શરૂ કરવામાં આવી ચૂકી છે. જો કે, અમદાવાદમાં પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમ પહેલા તેમને ચેલેન્જ કરવામાં આવી છે. મીડિયા અહેવાલ મુજબ, અમદાવાદ મેડિકલ એસોસિએશન (AMA)ના સભ્ય અને જાણીતા ડૉક્ટર વસંત પટેલે પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીને પડકાર ફેંક્યો છે કે, જો બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીમાં કોઈ શક્તિ છે તો કિડની અને કેન્સર હોસ્પિટલમાં દર્દીઓને સાજા કરી બતાવે.
આ પણ વાંચો…ભારતમાં થવા જઈ રહી છે ટેસ્લા કારની એન્ટ્રી
‘કિડની અને કેન્સર હોસ્પિટલમાં દર્દીને સાજા કરી બતાવે’
ઉલ્લેખનીય છે કે, પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી અને તેમના નિવેદનો અને લોકદરબાર કાર્યક્રમ સામે કેટલાક લોકોએ સવાલ ઊઠાવ્યા છે. ત્યારે હવે અમદાવાદમાં તેમનો લોક દરબાર કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. પરંતુ, આ કાર્યક્રમ પહેલા જબરદસ્ત વિવાદ શરૂ થઈ ગયો છે. મીડિયા રિપોર્ટ અનુસાર, અમદાવાદમાં પ્રેક્ટિસ કરતાં ડૉક્ટર વસંત પટેલે પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી સામે સોશિયલ મીડિયા પર પડકાર ફેંક્યો છે. તેમણે કહ્યું કે, પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીમાં જો ખરેખર કોઈ દિવ્ય શક્તિ છે તો તેઓ કિડની અને કેન્સર હોસ્પિટલમાં જે દર્દીઓ દાખલ છે તેમને સાજા કરી બતાવે. તેમ જ દેશમાંથી નક્સલવાદ અને આતંકવાદને ખતમ કરી બતાવે. નોંદનીય છે કે, પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના ગુજરાત પ્રવાસ પહેલા વિરોધના સૂર ઊઠી રહ્યા છે. આથી આગામી દિવસોમાં આ વિવાદ વધે છે કે પછી શાંત થઈ જશે તે જોવાનું રહ્યું.