Ahmedabad, EL News
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલની તબિયતને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. મંગળવારે મુંબઈની હિન્દુજા હોસ્પિટલ દ્વારા અનુજ પટેલનું હેલ્થ બુલેટિન બહાર પાડવામાં આવ્યું છે, જેમાં અનુજ પટેલની તબિયતમાં ધીમે-ધીમે સુધારો થઈ રહ્યો હોવાનું જણાવાયું છે. અનુજ પટેલ કોમાંથી બહાર આવી ગયા છે અને હેલ્થ રિકવર થતા વેન્ટિલેટર સપોર્ટ પણ હટાવી દેવામાં આવ્યો છે. જો કે, હોસ્પિટલે જણાવ્યું છે કે સંપૂર્ણ રિકવરીમાં હજી થોડો સમય લાગશે. ટૂંક સમયમાં અનુજ પટેલને કોકિલાબેન હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવશે એવા સમાચાર છે.
30 એપ્રિલે આવ્યો હતો બ્રેઇન-સ્ટ્રોક
જણાવી દઈએ કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલને 30 એપ્રિલના રોજ બ્રેઇન-સ્ટ્રોક આવ્યો હતો. આથી તેમને તાત્કાલિક અમદાવાદની કે.ડી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જયાં તેમની 2 કલાક સુધી સર્જરી ચાલી હતી. ત્યાર બાદ વધુ સારવાર અર્થે અનુજ પટેલને એર એમ્બ્યુલન્સ દ્વારા મુંબઈની પી.ડી. હિન્દુજા નેશનલ હોસ્પિટલમાં શિફ્ટ કરાયા હતા. અનુજ પટેલ સાથે તેમના પિતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ પરિવાર સાથે મુંબઈ જવા રવાના થયા હતા. સર્જરી બાદ હાલ અનુજ પટેલની તબિયત સારી છે, પરંતુ બે દિવસ હોસ્પિટલમાં રાખવામાં આવશે એવી માહિતી છે.
આ પણ વાંચો…ક્યાંય બેરોજગારી નથી રોજગાર મેળામાં રાજ્યસભાના સાસંદનો દાવો
અનુજ પટેલની તબિયતમાં સુધારો
માહિતી મુજબ, અનુજ પટેલની તબિયતમાં સુધારો થતા તમામ વેન્ટિલેટર સપોર્ટ હટાવી દેવામાં આવ્યા છે. અનુજ પટેલ હવે વાતચીત કરી શકે છે. અનુજ પટેલ રિયલ એસ્ટેટના બિઝનેસ સાથે સંકળાયેલા છે. તેમણે પણ પિતાની જેમ જ ડિપ્લોમા એન્જિનિયરિંગ કર્યું છે. હાલ તેઓ કન્સ્ટ્રક્શનનો બિઝનેસ કરે છે.
રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews