Ahmedabad, EL News
અમદાવાદમાં બાપુનગરમાં લાગેલી આગની ઘટનાની તપાસ પોલીસને સોંપાઈ, ભીષણ આગમાં દુકાનો બળીને ખાખ થઈ ગઈ હતી.
અમદાવાદ બાપુનગર વિસ્તારમાં લાગેલી આગના કારણે દુકાનો બળીને ખાખ થઈ ગઈ હતી. લોકોને ત્યાંથી ખસેડવા પડ્યા હતા. ત્યારે બાપુનગર વિકાસ એસ્ટેટની આગ મામલે તપાસ કરવામાં આવશે.
આ કેસમાં આગ કેવી રીતે લાગી, તે પાછળનું કારણ શું હતું તે જાણવા માટે એફએસએલને તપાસ સોંપવામાં આવશે. આ મામલે એફએસએલની ટીમ દ્વારા એસ્ટેટમાંથી વીડિયોગ્રાફી સાથે નમૂના લેવાયા હતા. એફએસએલને સાથે રાખીને પોલીસે સ્થળ પર પંચનામું કર્યું હતું.
આ પણ વાંચો…વડોદરામાં એમ.એસ. કરોડોની છેતરપિંડી મામલે ફરિયાદ
ફાયર વિભાગના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. આગના કેસની તપાસ ડી ડિવિઝન એસીપીને સોંપવામાં આવી છે. એફએસએલના રીપોર્ટ બાદ બેદરકારી દાખવનાર સામે કાર્યવાહી કરવામાં આવશે.
અમદાવાદની બાપુનગરની આગની ઘટનામાં ફાયરની 20 જેટલી ગાડીઓ દ્વારા 16 કલાક સુધી પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો ત્યારે આગ કાબુમાં આવી હતી. ત્યારે એવી પણ રાવ ઉઠી હતી કે, અહીં કેટલાક સેડ ગેરકાયદેસર પણ છે ત્યારે આ આગ કેવી રીતે લાગી તેના પર અત્યારે ફોકસ કરી તપાસ કરવામાં આવશે. કેમ કે, ભારે આગના કારણે નાશભાગ પણ મચી જવા પામી હતી.
રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews