30.1 C
Gujarat
November 22, 2024
EL News

શિક્ષણ મંત્રીએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા

Share
Gandhinagar, EL News

ધોરણ 12 સાયન્સનું પરીણામ જાહેર કરવામાં આવ્યું હતું. આ સંદર્ભે શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરે કહ્યું કે, ધોરણ – ૧૨ (વિજ્ઞાનપ્રવાહ)ની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા મારા તમામ વ્હાલા વિદ્યાર્થી મિત્રોને અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવું છું અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવું છું.

Measurline Architects
પરીક્ષામાં ઉત્તીર્ણ ના થનારા વિદ્યાર્થી મિત્રોને સાંત્વના પાઠવું છું અને હિંમત હાર્યા વગર તેમજ ધૈર્ય ગુમાવ્યા વગર પુનઃ પરીક્ષાઓની તૈયારીઓ કરવા અપીલ કરું છું અને શ્રેષ્ઠ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવું છું.

વિદ્યાર્થીઓની કારકિર્દી ઘડતરમાં ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા ખૂબ મહત્વનું સ્થાન ધરાવે છે. સમગ્ર વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓએ કરેલ તનતોડ મહેનત અને સખત પરિશ્રમની ફલશ્રુતિ રૂપે મળેલ પરિણામ ઉજ્જવળ ભવિષ્ય માટેની તકોનું નિર્માણ કરે છે.

માર્ચ-૨૦૨૩ ના માસમાં લેવાયેલ ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું પરિણામ આજરોજ જાહેર કરતાં અમો આનંદ અને હર્ષની લાગણી અનુભવીએ છીએ. પરીક્ષાથી પરિણામ સુધીની અત્યંત ગોપનીય, જટીલ અને પડકારરૂપ કામગીરીમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર સાથે સહભાગી બનેલ તમામ અધિકારીઓ અને કર્મચારીઓનો ધન્યવાદ સહ આભાર પ્રગટ કરીએ છીએ.

આ પણ વાંચો…શું ડાયાબિટીસના દર્દીઓએ સફેદ ચોખાનો ત્યાગ કરવો જોઈએ

માર્ચ-૨૦૨૩ વિજ્ઞાન પ્રવાહની જાહેર પરીક્ષામાં કુલ. 140 કેન્દ્રો ઉપર 1,26,624 પરીક્ષાર્થી નોંધાયેલ હતાં. તે પૈકી 1,25,563 પરીક્ષાર્થી ઉપસ્થિત રહેલ હતાં જેમાં નિયમિત વિદ્યાર્થીઓ 1,10,229 નોંધાયેલ હતા, તે પૈકી 1,10,042 પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહેલ હતા. તે પૈકી 72,166 પરીક્ષાર્થીઓ “પ્રમાણપત્ર મેળવવાને પાત્ર થયેલ છે. આ વિદ્યાર્થીઓના સંદર્ભમાં રાજ્યનું ધોરણ-૧ર વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 65.58 ટકા આવેલ છે. સફળ થયેલ તમામ પરીક્ષાર્થીઓને અભિનંદન સહ ઉજ્જવળ કારકિર્દી માટે શુભકામના પાઠવીએ છીએ. સફળ ન થઈ શકેલ પરીક્ષાર્થીઓ વિશેષ પ્રયાસ અને પરિશ્રમ સાથે આગામી પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરે તેવી આશા વ્યક્ત કરીએ છીએ.

ઉ.મા. પ્રમાણપત્ર પરીક્ષાની સૈદ્ધાંતિક અને પ્રાયોગિક પરીક્ષા માટેનું પ્રવેશપત્ર (HALL- TICKET) ઓનલાઈન મુકવામાં આવેલ હતું. પ્રાયોગિક પરીક્ષાની માર્કસ એન્ટ્રી માટે પણ ઓનલાઈન વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી હતી. આમ સઘળી વ્યવસ્થા વધુ સરળ અને સુયોજિત બનાવવા બોર્ડ સતત પ્રયત્નશીલ છે.

પ્રશ્નપત્રના પાર્સલ ઝોન કચેરીથી પરીક્ષા-ખંડ સુધી સુરક્ષિત પહોંચાડવાની કામગીરીને સુનિશ્ચિત કરવા માટે “PAPER BOX AUTHENTICATION AND TRACKING APPLICATION” બોર્ડ દ્વારા ઉપયોગમાં લેવામાં આવેલ હતી. ગુજરાત એ ૧૦૦ ટકા CCTV કવરેજ સાથે બોર્ડની જાહેર પરીક્ષાઓ લેતું દેશભરનું પ્રથમ રાજ્ય છે. જેના પરિણામે પરીક્ષાનું સંચાલન ખૂબજ સલામત રીતે થઇ શકે છે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

 

Related posts

સુરત : મહુવામાં નહેરુ યુવા કેન્દ્ર દ્વારા મેરેથોન દોડ યોજાઇ

elnews

મહિલા ક્રિકેટ અને સંગીત ખુરશી સાથે વાગરાના લુવારા ખાતે અદાણી ફાઉન્ડેશન, દહેજ દ્વારા સ્નેહ મિલન યોજાયો

cradmin

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૧૨ મુ અંગદાન

elnews

Leave a Comment

error: Content is protected !!