Business, EL News
છેલ્લા કેટલાક મહિનામાં એલપીજી સિલિન્ડરના વધેલા ભાવે મોંઘવારી સામે ઝઝૂમી રહેલા લોકોને ફટકો આપ્યો હતો, પરંતુ મે મહિનો શરુ થતાની સાથે જ રાહત પણ આવી છે. ઓઈલ કંપનીઓએ કોમર્શિયલ ગેસના ભાવમાં 171.50 રૂપિયાનો ઘટાડો કર્યો છે. બીજી તરફ સામાન્ય લોકો માટે રાહતના સમાચાર એ છે કે ગયા મહિનાની જેમ આ મહિને પણ ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ વધારો થયો નથી.
તેલ કંપનીઓના જણાવ્યા અનુસાર દેશના 4 મહાનગરોમાં આ ઘટાડો 171.50 રૂપિયા છે. એલપીજી ગેસ સિલિન્ડરના નવા દર આજથી જ લાગુ કરવામાં આવ્યા છે. નવા દર જાહેર થયા બાદ હવે રાજધાની દિલ્હીમાં 19 કિલોનો ગેસ સિલિન્ડર 2028 રૂપિયાના બદલે 1856.50 રૂપિયામાં મળશે.
આ પણ વાંચો…સુરત: ધો.8માં ભણતી કિશોરીને યુવકે પ્રેમજાળમાં ફસાવી
માર્ચમાં કિંમતોમાં વધારો કરવામાં આવ્યો હતો
નવા દરો લાગુ થયા બાદ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત હવે કોલકાતામાં 2132 રૂપિયાને બદલે 1960.50 રૂપિયા અને મુંબઈમાં 1980 રૂપિયાને બદલે 1808.50 રૂપિયા થશે. તમને જણાવી દઈએ કે, આ પહેલા પણ સરકારે કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો હતો. ગયા મહિને 1 એપ્રિલ 2023ના રોજ કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં લગભગ 92 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. જો કે તે પહેલા 1 માર્ચે કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં એક જ ઝાટકે 350 રૂપિયાથી વધુનો વધારો કરવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે 1 મે 2022ના રોજ દિલ્હીમાં 19 કિલોનો કોમર્શિયલ સિલિન્ડર 2355.50 રૂપિયામાં ઉપલબ્ધ હતો. હવે તે 1856.50 રૂપિયામાં ઉપલબ્ધ થશે. કોમર્શિયલ સિલિન્ડરમાં ઘટાડાથી હોટલ અને રેસ્ટોરન્ટ ચલાવતા વેપારીઓને મોટી રાહત મળી છે. આનાથી મોંઘવારી ઘટાડવામાં પણ મદદ મળે છે.
ઘરેલું ગેસની કિંમત કેટલી
વાત કરીએ તો મે મહિનામાં ઘરેલું રસોઈ ગેસના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. મે મહિનામાં ઘરેલુ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતોની વાત કરીએ તો દિલ્હીમાં 1103 રૂપિયા, મુંબઈમાં 1112.5 રૂપિયા, કોલકાતામાં 1129 રૂપિયા અને ચેન્નાઈમાં 1118.50 રૂપિયા રાખવામાં આવી છે. તમને જણાવી દઈએ કે 1 માર્ચ 2023ના રોજ ઘરેલુ રસોઈ ગેસની કિંમતમાં 50 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો.