Gandhinagar, EL News
દહેગામની 24 વર્ષીય પરિણીતાએ દીકરી જન્મતાં પતિ દ્વારા માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો અને કાકા સસરા સાથે શારીરિક સંબંધ બાંધવા પતિ દ્વારા પરિણીતાને દબાણ કરવામાં આવતું હતું. જ્યારે સાસુએ પણ ‘આ જમાનાના બધું ચાલ્યા કરે’ તેમ કહી પરિણીતાને મૂંગી રહેવા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. દહેજ માટે પણ હેરાન કરાતા આખરે પરિણીતાએ દહેગામ પોલીસ મથકમાં ફરિયાદ કરી છે. પોલીસે પરિણીતાની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, દહેગામમાં હાલ પિયરમાં રહેતી પરિણીતાના લગ્ન વર્ષ 2020માં દસ્ક્રોઇ તાલુકાના વહેલાલ ગામના યુવક સાથે થયા હતા. લગ્ન બાદ પરિણીતાએ દીકરીને જન્મ આપ્યો હતો. આથી પતિ, સાસુ અને સસરાએ પરિણીતાને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. પતિ શંકા રાખી દીકરી બીજાની હોવાનું કહી શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતો અને મારઝૂડ પણ કરતો હતો. સાસરિયાંવાળા દહેજ માટે પરિણીતાને હેરાન કરતા હતા. પતિ અનેક વાર પરિણીતા સાથે કોઈ ન કોઈ બાબતે ઝઘડો કરી કાકા સસરા સાથે શારીરિક સંબંધ બાધવા માટે પરિણીતાને અનેકવાર દબાણ કર્યા કરતો હતો.
આ પણ વાંચો…રખડતા ઢોર અને રોડ રસ્તા મામલે ગુજરાત હાઈકોર્ટમાં થઈ સુનાવણી
ત્યારે આ મામલે સાસુને કહેતા સાસુએ ‘આજના જમાનામાં તો આ બધું ચાલે છે’. તેમ કહી મૂંગી રહેવા અને જાનથી મારવાની ધમકી આપી હતી. સાસરીવાળા પરિણીતાને દહેજ માટે પણ હેરાન કરતા હતા. આથી આખરે કંટાળીને પરિણીતાએ પતિ અને સાસરી સામે દહેગામ પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.