Surat, EL News
સુરતના ઇચ્છાપોર વિસ્તારમાં શિક્ષકે વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચર્યું હતું. વિદ્યાર્થિનીને નોકરીની લાલચ આપી ઘરે બોલાવી દુષ્કર્મ આચર્યું હતું. આ કુકર્મનો વીડિયો પણ શિક્ષકે બનાવ્યો હતો, જે વાયરલ કરતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો.
શિક્ષકને ગુરુની ઉપમા આપવામાં આવી છે. શિક્ષક જીવતરના તમામ પાઠ ભણાવે છે અને વિદ્યાર્થીનું જીવન શ્રેષ્ઠ બનાવે છે. જો કે, સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં ગુરુની ગરિમા લજવે તેવો એક કિસ્સો સામે આવ્યો છે. શિક્ષકે પોતાને ત્યાં સ્પોકન ઈંગ્લિશનું ટ્યૂશન લેવા આવતી સગીર વયની વિદ્યાર્થિની પર દાનત બગાડી હતી અને તેને નોકરી આપવાની લાલચ આપી હતી. ત્યાર બાદ વિદ્યાર્થિનીને પોતાના ઘરે બોલાવી હતી. જેથી વિદ્યાર્થિની શિક્ષકના ઘરે ગઈ હતી.
આ પણ વાંચો…રેસિપી / ઝડપથી બનાવો વેનીલા ચોકો ચિપ્સ કૂકીઝ
ત્યારબાદ વિદ્યાર્થિની સાથે શિક્ષકે છેડતી કરી હતી. શિક્ષકે વિદ્યાર્થિનીને નોકરીની લાલચ આપી અને ફોસલાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ કુકર્મનો વીડિયો શિક્ષકે પોતાના મોબાઈકમાં કેદ કર્યો હતો. પણ કહેવાય છે ને કે પાપ પોકારે ત્યારે ક્યાંયથી ના છોડે તેવી રીતે વીડિયો વાયરલ થઈ ગયો હતો અને ભોળી માસૂમ સગીરાના પરિવારને વીડિયોની જાણ થતાં તેને તાત્કાલિક શિક્ષક અરુણ વર્મા સામે પોસ્કો એક્ટ હેઠળ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે હેવાન શિક્ષક અરુણ વર્માની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મહત્ત્વનું છે કે આ શિક્ષક ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. જો કે, સાઈડ બિઝનેસ તરીકે ટ્યૂશન પણ લેતો હતો. ત્યારે ભોળી અને માસૂમ સગીરાને ફસાવી દુષ્કર્મ જેવું કૃત્ય આચરનાર શિક્ષક સામે ચો તરફથી ફિટકાર વરસી રહી છે. હાલ ઈચ્છાપોર પોલીસે નરાધમ શિક્ષકની ધરપકડ કરી જેલ હવાલે કર્યો છે.