Ahmedabad, EL News
શાહીબાગમાં થોડા દિવસ પહેલા એક અજાણ્યા યુવકની લાશ મળી આવી હતી. પ્રાથમિક તપાસમાં યુવકની હત્યા કરાઈ હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. આ મૃતક યુવકની ઓળખ ન થતા આ કેસ પોલીસ માટે ખૂબ જ જટિલ બની ગયો છે. ત્યારે હવે આ કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચની મદદ લેવામાં આવી છે.
માહિતી મુજબ, ક્રાઈમ બ્રાન્ચે ટી-શર્ટના લોગોથી યુવકની ઓળખ કરી છે. ઉપરાંત, યુવક ક્યાંથી આવ્યો હતો અને ક્યાં જઈ રહ્યો હતો તે માહિતી પણ મેળવી લીધી છે. લૂંટના ઇરાદે યુવકની હત્યા થઈ હોવાનું હાલ માનવામાં આવી રહ્યું છે. આ સમગ્ર મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો…ઘરે જ બનાવો સ્વાદિષ્ટ પિઝા રોલ, જાણો રેસિપી
લૂંટના ઇરાદે યુવકની હત્યા કરી
ક્રાઇમ બ્રાંચને શાહીબાગમાં મળેલા મૃતક યુવકે જે ટી-શર્ટ પહેરી હતી, તેના પર એક કંપનીને લોગો મળ્યો હતો. આ લોગોના આધારે ક્રાઇમ બ્રાંચ કંપની સુધી પહોંચી હતી અને તપાસ કરતા જાણવા મળ્યું કે, કંપનીની એક ક્રિકેટ મેચ હતી, જેમાં ભાગ લેનારા તમામ કંપનીની લોગો વાળી ટી-શર્ટ વહેચ્યા હતા. ત્યારબાદ ક્રાઇમ બ્રાંચ મૃતકનો ફોટો બતાવી કંપનીના સંચાલક સુધી પહોંચી હતી. ત્યાર બાદ જાણ થઈ કે મૃતક યુવક કંપનીનો સિક્યુરિટી ગાર્ડ હતો. તે ઉદયપુર જવા માગતો હતો. દરમિયાન રાતના સમયે શાહીબાગમાં કેટલાક લોકોએ તેની લૂંટ કરવાના ઇરાદે તેને રોક્યો હતો અને તેની પાસે કિંમતી વસ્તુ હશે એમ માનીને તે બેગ જુટાવવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન પ્રતિકાર કરતા લુટારુએ યુવક પર તીક્ષ્ણ હથિયાર વડે ઘા ઝીંકી હત્યા કરી હતી. આ સમગ્ર મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક આરોપીની ધરપકડ કરી છે અને સમગ્ર હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે