Rajkot, EL News
ભાજપના સ્થાપના દિનની ઉજવણી અંતર્ગત શહેરના અલગ-અલગ વિસ્તારોમાં પક્ષ દ્વારા ફ્રી નિદાન કેમ્પ યોજવામાં આવી રહ્યા છે. દરમિયાન કાલે શહેરના વોર્ડ નં.18માં કોઠારીયા રોડ પર ઓમકાર સ્કૂલમાં નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
છેલ્લા ત્રણ વર્ષથી બિસ્માર રસ્તા અને પાણીની સમસ્યાથી ત્રાહિમામ લોકોએ ભાજપના કાર્યક્રમમાં ભારે હંગામો મચાવ્યો હતો. મેયર ડો.પ્રદિપ ડવ અને ભાજપના ધારાસભ્ય રમેશ ટીલાળા અને ડો.દર્શિતાબેન શાહનો ઘેરાવ કરી લેતાં મામલો તંગ બની ગયો હતો. જો કે, કોર્પોરેશનના શાસકો આવુ કશું જ બન્યુ ન હોવાનું જણાવી રહ્યા છે.
આ પણ વાંચો…ટીઆરએ રિસર્ચના ‘ભારતની સૌથી વિશ્વસનીય સિમેન્ટ બ્રાન્ડ્સ 2023’ રિપોર્ટમાં અંબુજા સિમેન્ટ નંબર-1 અને એસીસી નંબર-2 ઉપર
રાજકોટ મહાનગરપાલિકામાં ભળ્યાના વર્ષો બાદ પણ કોઠારીયા વિસ્તાર પ્રાથમીક સુવિધાથી વંચિત છે. છેલ્લા ત્રણ વર્ષથી લત્તાવાસીઓ દ્વારા બિસ્માર રસ્તાઓ અને પીવાના પાણી અંગે વોર્ડના કોર્પોરેટરોને રજૂઆત કરી રહ્યા છે. પરંતુ કોંગ્રેસ અને હવે ભાજપના કોર્પોરેટરો સમસ્યા હલ કરવા માટે પુરતું ધ્યાન આપતા ન હોવાની ફરિયાદ સાથે લત્તાવાસીઓ આગ બબૂલા બની ગયા છે.
ભાજપ દ્વારા આજે વોર્ડ નં.18માં કોઠારીયા રોડ પર આવેલી ઓમકાર સ્કૂલમાં નિ:શુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. દરમિયાન સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં સ્થળ પર ધસી આવ્યા હતા અને મેયર ડો.પ્રદિપ ડવ, ધારાસભ્ય રમેશભાઇ ટીલાળા અને ડો.દર્શિતાબેન શાહની ગાડીનો ઘેરાવ કરી લીધો હતો. ત્રણેય સમક્ષ લોકોએ ઉગ્ર રજૂઆત કરી હતી. તેઓની રજૂઆતને કાને ધર્યા વિના જ મેયર અને ધારાસભ્યો નિકળી ગયા હોવાની પણ ફરિયાદો ઉઠી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે કોઠારીયા વિસ્તાર મહાપાલિકાની હદમાં ભળ્યાના આઠ વર્ષે પણ પ્રાથમિક સુવિધાથી સંપૂર્ણપણે વંચિત છે.