Gandhinagar, EL News
કોરોનાના કેસોની વધધટ વચ્ચે રાજ્યની અન્ય હોસ્પિટલની જેમ જ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મોકડ્રીલનું આયોજન કરાયું હતું. આજથી બે દિવસ રાજ્યની તમામ હોસ્પિટલોમાં મોકડ્રીલ કેન્દ્રીય આરોગ્ય વિભાગના આદેશ બાદ ચાલનાર છે.
આ દરમિયાન ઓક્સિજન, વેન્ટીલેટર, બેડની સુવિધા, દવાઓનો જથ્થો સહિતની તમામ તૈયારીઓની સમીક્ષા કરવામાં આવશે. હોસ્પિટલનો સ્ટાફ તમામ કામમાં જોતરાયેલો રહેશે. રાજ્ય સરકારે અગાઉ મોકડ્રીલની જાહેરાત કરી હતી. ત્યાર બાદ આજે ફરી બીજીવાર આ મોકડ્રીલ યોજાઈ છે.
આ પણ વાંચો…આ ઉનાળામાં ઘરે જ બનાવો આ કેરીનો આઈસ્ક્રીમ,જાણો રેસિપી
ગાંધીનગર સિવિલમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની પણ વિશેષ ઉપસ્થિતિ રહી હતી. અહીંથી જ તેમને રાજ્ય વ્યાપી તમામ હોસ્પિટલમાં મોકડ્રીલનો પ્રારંભ કરાવ્યો હતો. હોસ્પિટલોમાં જીનોમ ટેસ્ટિંગ અને મોક ડ્રીલ કરવા આદેશ કરતા આ પ્રક્રીયા છે તે તમામ જગ્યાએ હાથ ધરાઈ છે.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, ગુજરાતમાં કોરોનાના કેસોને જોતા આજથી મોકડ્રીલનું આયોજન કરાયું છે. જે માટે સમીક્ષા પણ કરવામાં આવી હતી. વેન્ટીલટર બાયપેપ સહીતની સામગ્રી માટે મોકડ્રીલનું આયોજન કરાયું છે. નાની મોટી મુશ્કેલી ના થાય તે માટે મોકડ્રીલનું આજથી બે દિવસ આયોજન કરવામાં આવ્યું છે. વિશ્વમાં કોરોના વઘે એટલે ભારતમાં સતર્કતામાં તરત જ સતર્કતા વધે છે. તેમ તેમણે કહ્યું હતું.