Surat , EL News
કરોડોના ક્રિકેટ સ્ટ્ટાના રેકેટની તપાસ મુંબઈ અને રાજસ્થાન બાદ હવે ગુજરાતના સુરત સુધી પહોંચી શકે છે. 10 હજાર કરોડના ક્રિકેટ સટ્ટા રેકેટમાં સંડોવાયેલા આરોપીઓને પકડવા માટે પીસીબીની ટીમો મુંબઈ અને રાજસ્થાન ગઈ હતી. મુંબઈમાં એક આરોપી દિનેશ શિવગણેની ધરપકડ કરવામાં આવી છે. માહિતી મુજબ, દિનેશ શિવગણે ક્રિકેટ સટ્ટાના રેકેટમાં સિમકાર્ડ અને બેંક એકાઉન્ટ મેનેજ કરવાનું કામ સંભાળતો હતો. ત્યારે હવે પોલીસ તપાસમાં ક્રિકેટ સટ્ટાના રેકેટના મૂળિયા સુરતમાં હોવાનો સનસનખેજ ખુલાસો થયો છે.
ક્રિકેટ સટ્ટાનું નેટવર્ક મુંબઈ, દિલ્હી, રાજસ્તાનથી દુબઈ સુધી
જણાવી દઈએ કે, થોડા દિવસ પહેલા પીસીબીએ દરોડો પાડી માધવપુરામાં આવેલા સુમેલ બિઝનેશ પાર્કની એક ઓફિસમાંથી કરોડો રૂપિયાના ક્રિકેટ સટ્ટા રેકેટનો પર્દાફાશ કર્યો હતો. આ કાર્યવાહીમાં 4 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. સાથે જ પોલીસે 198 સિમકાર્ડ, 538 બેંક એકાઉન્ટની પાસબુક-એટીએમ કાર્ડ પણ કબજે કર્યા હતા. આરોપીઓની પૂછપરછમાં ક્રિકેટ સટ્ટાનું નેટવર્ક મુંબઈ, દિલ્હી, રાજસ્થાનથી લઈને દુબઈ સુધી ફેલાયલું હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી હતી.
આ પણ વાંચો…GMDC ગ્રાઉન્ડ પર આરએસએસનું થશે શક્તિ પ્રદર્શન
મુંબઈમાં એક વ્યક્તિની ધરપકડ કરાઈ
માહિતી મુજબ, રૂ.10 હજાર કરોડના ક્રિકેટ સટ્ટા કેસમાં વધુ તપાસ માટે પીસીબીએ અલગ-અલગ ટીમો બનાવી હતી. એક ટીમ રાજસ્થાન તો બીજી ટીમ મુંબઈમાં તપાસ માટે ગઈ હતી. મુંબઈમાં ટીમે દિનેશ શિવગણ નામના વ્યક્તિની ધરપકડ કરી હતી. ક્રિકેટ સટ્ટાના રેકેટમાં સિમકાર્ડ ભેગા કરવાનું અને બેંક ખાતા મેનેજ કરવાનું કામ દિનેશ શિવગણે કરતો હતો. ત્યારે જાણવા મળ્યું છે કે આ કેસમાં એક ટીમ ગુજરાતના સુરત શહેરમાં પણ પહોંચી છે. ક્રિકેટ સટ્ટાના રેકેટના મૂળિયા સુરતમાં હોવાની શંકા છે. મીડિયા અહેવાલ મુજબ, આ કેસમાં મૂળ કચ્છ ગાંધીધામના રહેવાસી અમિત મજેઠિયાનું નામ પણ સામે આવ્યું છે. પહેલા અમિત દુબઈમાં હોવાની ચર્ચા હતી ત્યારે હવે તે ગુજરાતમાં હોવાની માહિતી પોલીસને મળી છે. આથી અમિતની ગમે ત્યારે ધરપકડ થઈ શકે છે.