Business, EL News
વેપાર કરવો એ દરેક વ્યક્તિનું સ્વપ્ન હોય છે. દરેક વ્યક્તિ પોતાના કામના માલિક બનવા માગે છે. પરંતુ ઘણી વખત લોકો રોકાણના રૂપિયાના અભાવે બિઝનેસ કરી શકતા નથી, પરંતુ આજે અમે તમને એક એવા બિઝનેસ પ્લાન વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેનાથી તમે કોઈપણ રોકાણ વગર દર મહિને હજારો રૂપિયા કમાઈ શકો છો. જો કે, આ વ્યવસાય માટે તમારે અગાઉથી કેટલીક તૈયારીઓ કરવી પડશે. પરંતુ આ કેટલીક સરળ પ્રક્રિયાઓ છે જેને તમે થોડા દિવસોમાં સરળતાથી પૂર્ણ કરી શકો છો. આ ટેક્સી સર્વિસનો બિઝનેસ છે.
હવે સવાલ એ ઊભો થાય છે કે ટેક્સી સર્વિસનો બિઝનેસ રોકાણ વગર કેવી રીતે શરૂ કરી શકાય. તો ચાલો અમે આપને જણાવીએ કે કેવી રીતે કોઈપણ રૂપિયાનું રોકાણ કર્યા વિના તમારી ટેક્સી સેવા શરૂ કરવી અને દર મહિને હજારોથી લાખો રૂપિયાની કમાણી કરવી.
પહેલા કરો આ કામ
ટેક્સી સર્વિસનો બિઝનેસ શરૂ કરતા પહેલા તમારે કોમર્શિયલ વાહનનું ડ્રાઈવિંગ લાઇસન્સ લેવું પડશે. તેના માટે એક સામાન્ય પરીક્ષા આપવાની હોય છે, તે પાસ કર્યા પછી તમને કોમર્શિયલ લાઇસન્સ મળી જાય છે.
તેના પછી તમારે કંપનીનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે. તે પ્રાઈવેટ લિમિટેડ અથવા પ્રોપ્રાઈટર ફર્મ હોઈ શકે છે.
હવે મોટી વાત એ છે કે ટેક્સી સર્વિસ માટે ટેક્સીની જરૂર છે. આવી સ્થિતિમાં લગભગ દરેક બેંક ટેક્સી સર્વિસ માટે વ્હીકલ ઓન રોડ ફાઇનાન્સ કરી રહી છે. તમે સરળતાથી આ સુવિધાનો લાભ લઈ શકો છો. જો કે, ટેક્સી માટે લેવામાં આવેલી કાર તમારી કંપનીના નામે રજીસ્ટર થશે અને તેના માટે તમારે ગેરેન્ટરની પણ જરૂર પડશે.
આ પણ વાંચો…રેસિપી / આ રીતથી ઘરે જ બનાવો ગરમ મસાલો
કેટલી આવશે ઈએમઆઈ
જો તમે 8 લાખ રૂપિયા સુધીની કારને ફાઇનાન્સ કરો છો, તો તેની ઈએમઆઈ 7 વર્ષની લોન ટેન્યોર માટે 15 હજાર રૂપિયા સુધી આવશે. જો કે, તે સંપૂર્ણપણે બેંકની શરતો પર આધાર રાખે છે અને તે વધુ હોઈ શકે છે.
કેવી રીતે થશે કમાણી
તમે ઓલા અથવા ઉબેર સાથે તમારી ટેક્સીનો કોન્ટ્રાક્ટ પણ કરી શકો છો અને તમારો બિઝનેસ જાતે ચલાવી શકો છો. માર્કેટમાં પ્રતિ કિલોમીટર ટેક્સીનો દર 10 રૂપિયા સુધી ચાલી રહ્યો છે. જો તમે મહિનામાં 6થી 7 હજાર કિ.મી. પણ ટેક્સી ચલાવો છો, તો તે મહિને 70 હજાર રૂપિયા કમાવી શકાય છે. તેની સાથે નાઇટ ડ્રાઇવિંગ અને વેઇટિંગ ચાર્જ પણ અલગ હોય છે.