Business , EL News
સામાન્ય વ્યક્તિને મોંઘવારીમાંથી રાહત મળવાની કોઈ આશા નથી દેખાઈ રહી. 1 એપ્રિલથી શરૂ કરીને નવા નાણાકીય વર્ષમાં એટલે કે 2023-24માં જીવન વીમાના પ્રીમિયમમાં વધારો થઈ શકે છે. વીમા કંપનીઓ હવે કમિશન અને મેનેજમેન્ટ ખર્ચ પર વીમા નિયમનકાર ઈરડાઈ (Irdai) ના નવા નિયમો મુજબ એજન્ટોને કમિશન ચૂકવવા માટેની છૂટ આપી છે. આવી સ્થિતિમાં, જીવન વીમા કંપનીઓના ડિસ્ટ્રિબ્યૂશન કોસ્ટમાં વધારો થવાની સંભાવના છે કારણ કે ઈન્ટરમેડિયરી (તૃતીય પક્ષો) પ્રોડક્ટ ડિસ્ટ્રિબ્યૂશન માટે ઉચ્ચ કમિશનની માગ કરી શકે છે.
જીવન વીમા કંપનીઓ માટે ડિસ્ટ્રિબ્યૂશન કોસ્ટ, જે બેંકો દ્વારા પ્રમોટ કરવામાં આવતી નથી, તે હાયર કમિશન પેઆઉટમાં વધારો થઈ શકે છે. બેંકો દ્વારા પ્રમોટેડેટ ડિસ્ટ્રિબ્યૂશન કોસ્ટ પર ઓછી અસર થવાની સંભાવના છે.
ડિસ્ટ્રિબ્યૂશન માટે વધુ કમિશનની માગ કરી શકે છે ઈન્ટરમેડિયરી
ફાઇનેન્શિયલ એક્સપ્રેસ સાથેની વાતચીતમાં જીવન વીમા કંપનીના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, મેનેજમેન્ટ ખર્ચ પર ઓવરઓલ કેપ હેઠળ ઈન્ટરમિડિયરીને ચૂકવવાપાત્ર હાયર કમિશનના કારણે લાઈફ ઈન્શ્યોરન્સ કંપનીઓની ડિસ્ટ્રિબ્યુશન કોસ્ટ નિશ્ચિત રીતે વધી જશે. વ્યવસાયની વિવિધ લાઇનમાં કમિશન ચૂકવણી પર કોઈ મર્યાદા નહીં હોવાથી, મધ્યસ્થીઓ ઉત્પાદન વિતરણ માટે કમિશન તરીકે વધુ ચૂકવણીની માગ કરી શકે છે. વીમા કંપનીઓ વાતચીત કરશે, પરંતુ હવે મુદ્દો એ છે કે 9 વીમા કંપનીઓ છે જે એક સંસ્થા સાથે જોડાણ કરી શકે છે.
આ પણ વાંચો…નારીયળની મલાઈ જેટલી ખાવામાં ગુણકારી છે
કેટલાક બેંક પાર્ટનરશિપ માટે માગી શકે છે વધુ કમિશન
અધિકારીએ જણાવ્યું હતું કે, બેંકો, જે વીમા કંપનીઓના પ્રમોટર્સ અથવા શેરધારકો છે, તેઓ મૂલ્ય નિર્માણના મહત્ત્વને સમજશે, જે હંમેશા કમિશન ટ્રેડ-ઓફ કરતાં ઘણું વધારે હશે. પરિણામે આવી વીમા કંપનીઓ પર અસર ઓછી થઈ શકે છે. જો કે, કેટલીક અન્ય બેંકો, જે વીમા કંપનીઓના પ્રમોટર્સ અથવા શેરધારકો નથી, તે વીમા કંપનીઓ પાસેથી પાર્ટનરશિપ માટે હાયર કમિશનની માગ કરી શકે છે. કેટલીક વીમા કંપનીઓ તેમને વધુ ચૂકવણી કરવા તૈયાર થશે. આ રીતે લાઈફ ઈન્સ્યોરન્સ ઈન્ડસ્ટ્રી આગળ વધશે.