22.6 C
Gujarat
November 25, 2024
EL News

સવારનો નાસ્તો હોય કે સાંજનો, ઢોકળા બનશે ઉત્તમ વિકલ્પ

Share
Food recipes , EL News

ક્લાસિક ઢોકળા ખાઈ-ખાઈને કંટાળી ગયા હોવ તો અમે તમને ખાટ્ટા-મીઠા ઢોકળાની રેસિપી જણાવવા જઈ રહ્યા છીએ, જેની મદદથી તમે ખૂબ જ નરમ અને સ્પોન્જી ઢોકળા બનાવી શકો છો. તમે નાસ્તામાં કે પછી જમવા સાથે પણ આ સ્વાદિષ્ટ ગુજરાતી વાનગીનો આનંદ લઈ શકો છો. તો રાહ કોની જુઓ છો, આજે જ બનાવો આ રીતે ઢોકળા, ઘરમાં બધા જ ખાશે અને આંગળા ચાટી જશે. નોંધી લો આ સરકલ અને ઝડપી રેસિપી –

PANCHI Beauty Studio

સામગ્રી – 

  • 1 કપ ચણાનો લોટ
  • 1 કપ દહીં
  • 1 1/2 ચમચી ખાવાનો સોડા
  • 2 ચમચી સોજી
  • 1 ચમચી હળદર પાવડર
  • 2 ચમચી તેલ
  • મીઠું સ્વાદ માટે
  • ખાંડનું પાણી (જરૂર મુજબ)

આ પણ વાંચો…PPF અને સુકન્યા સમૃદ્ધિમાં આ મોટો ફેરફાર કરશે સરકાર

રીત – 

સૌથી પહેલા ઢોકળાનું બેટર બનાવવા માટે એક બાઉલમાં ચણાનો લોટ, હળદર, તેલ, દહીં, ખાંડ, મીઠું અને પાણી ઉમેરો. બધું મિક્સ કરો અને 10-15 મિનિટ માટે બાજુ પર રાખો. હવે બેટરમાં ખાવાનો સોડા ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. બેટરને સ્ટીમરમાં મૂકો અને તેને 15-20 મિનિટ માટે વરાળની મદદથી પકાવો. હવે વઘાર માટે એક પેનમાં તેલ ગરમ કરો. તેમાં રાઈ, કઢી પત્તા, લીલાં મરચાં અને હિંગ, ખાંડ અને પાણી ઉમેરો. ઢાંકણ બંધ કરો અને ગેસ બંધ કરો. હવે ઢોકળાને આ વઘાર અને તાજા કોથમીરથી ગાર્નિશ કરો. તૈયાર છે ખાટા મીઠા ઢોકળા.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

ઘરે બનાવો સરળ મસાલા પરાઠા, જાણો રેસિપી

cradmin

નવરાત્રી દરમિયાન 10 મિનિટમાં બનાવો આ ફ્રુટી ડીશ રેસીપી

elnews

સુરતી પાપડી દાણા મુઠીયા નું શાક બનાવવાની પરફેક્ટ રેસીપી

elnews

Leave a Comment

error: Content is protected !!