26.2 C
Gujarat
November 22, 2024
EL News

Aadhaar-Pan લિંક કરવાની છેલ્લી તારીખ વધારી

Share
Business, EL News

પેન કાર્ડ સાથે આધાર લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચથી વધારીને 30 જૂન 2023 કરવામાં આવી છે. આ પહેલા પણ પેન-આધાર લિંકિંગની છેલ્લી તારીખ બે વખત લંબાવવામાં આવી છે. સૌ પ્રથમ, પેન (PAN) ને આધાર સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2022 હતી. પ્રથમ વખત તેને 30 જૂન 2022 સુધી લંબાવવામાં આવ્યો હતો. તેના પછી સમયમર્યાદા ફરીથી વધારીને 31 માર્ચ 2023 કરવામાં આવી હતી.

PANCHI Beauty Studio

પ્રથમ વખત જ્યારે છેલ્લી તારીખ લંબાવવામાં આવી ત્યારે 500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આગલી વખતે તે વધારીને 1000 રૂપિયા કરવામાં આવ્યો હતો. આ વખતે હજુ સુધી એ બહાર આવ્યું નથી કે હવે આધારને PAN સાથે લિંક કરવા પર કેટલો દંડ થશે. સરકારી આદેશ મુજબ 1 જુલાઈ, 2017 પહેલાં બનેલા તમામ પેન કાર્ડને ઈન્કમ ટેક્સ એક્ટની કલમ 139AA હેઠળ આધાર સાથે લિંક કરવાના રહેશે. ગયા વર્ષે જુલાઈમાં સરકારે સંસદમાં જણાવ્યું હતું કે 46,70,66,691 લોકોએ આધારને PAN સાથે લિંક કરાવ્યું છે. જો કે, દેશમાં કુલ 61,73,16,313 લોકોને પેન કાર્ડ આપવામાં આવ્યા છે.

કેમ લિંક પેનને આધાર સાથે લિંક કરવાનું કહેવામાં આવી રહ્યું છે

સરકાર ઈચ્છે છે કે દરેક પેન કાર્ડને એક યુનિક નંબર સાથે લિંક કરવામાં આવે. આધાર સાથે લિંક થયા બાદ જ આ શક્ય બની શકે છે. તેની પાછળનો હેતુ ટેક્સ રિગિંગ ઘટાડવાનો છે. ઘણીવાર લોકો ડુપ્લિકેટ પેન કાર્ડ દ્વારા ટેક્સ ચોરી કરે છે. આધાર સાથે લિંક કર્યા પછી, આમ કરવું લગભગ અશક્ય બની જશે.

આ પણ વાંચો…ગાંધીનગર: ટી સ્ટોલ ચલાવતી દિવ્યાંગ મહિલાનો વીડિયો વાયરલ

આધાને પેન સાથે લિંક કેવી રીતે કરવું

  • સૌથી પહેલાં ઈનકમ ટેક્સની વેબસાઈટ પર જાવો
  • તેના પછી ‘link Aadhar’ પર ક્લિક કરો
  • અહીં તમને લોગિન કરવા માટે કહેશે
  • પેન નંબર અને યુઝર આઈડીની સાથે તેમાં તમારી ડેટ ઓફ બર્થ દાખલ કરો
  • જન્મતારીખ એ જ નાખો જે આધાર કાર્ડ પર છે
  • તેના પછી તમારા એકાઉન્ટની પ્રોફાઈલ સેટિંગમાં જાવો
  • અહીં આધાર કાર્ડ લિંકનો વિકલ્પ આવશે તેના પર ક્લિક કરો
  • હવે આધાર નંબર અને કેપ્ચા કોડ નાખો
  • તમને નીચે આધાર લિંકનો વિકલ્પ દેખાશે. તેને પર ક્લિક કરો
  • તેના પછી તમારું પેન કાર્ડ આધાર સાથે લિંક થઈ જશે

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

35 પૈસામાં 10 લાખ સુધીનું વળતર.. ટ્રેનની ટિકિટ બુક

elnews

આ બેંક આપી રહી છે 500 દિવસની FD પર 8.85% વ્યાજ

elnews

ચાલુ નાણાંકીય વર્ષમાં રાજ્યોનું દેવું તેમના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GSDP) સામે 30-31%ના ઊંચ્ચ સ્તરે

elnews

Leave a Comment

error: Content is protected !!